________________
૪૩૦
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
પ્રતિજ્ઞા પાળે. એવું વચન સાંભળી કુમાર ઘોડાથી નીચે ઉતરી સજન પ્રત્યે કહેવા લાગ્યું કે હે મિત્ર! હું સર્વદા તારે સેવકજ છું. અસાર ધનની મને દરકાર નથી પણ કેવળ ધર્મનીજ અભિલાષા છે. એમ કહી સેવક થઈ આગળ ચાલ્યા, અને સજજન ઘડા ઉપર ચઢયે; આગળ ચાલતાં વળી કુમાર પ્રત્યે કહેવા લાગ્યો કે હે કુમાર! ધર્મનાં ફળ ભોગવે કેવાં છે? હું તમને હજી પણ કહું છું, કે તમે તમારે કદાગ્રહ મૂકીને પાપ ચેદિક કર્મ કરોતે સિવાય બીજો કોઈ તમારે જીવવાને ઉપાય મને ભાસતું નથી. જો એમ નહિં કરશે તે કષ્ટ પામશે. એવાં વચન સાંભળી રીશ ચઢાવીને કુમાર બે કે અરે મૂર્ખ ! તારામાં ગુણ તે સર્વ દુર્જનનાજ દેખાય છે છતાં તારી ફઈએ તારું નામ સજજન પાડયું છે તે મિથ્યા છે જે મિથ્યા ઉપદેશ આપે, તે મહા પાપી જાણ તેની ઉપર એક દષ્ટાંત કહું છું તે સાંભળ.
કઈ એક પારાધી નિરંતર જીવોનો વધ કરતે અટવીમાં વસે છે. એકદા પારાધીએ વનમાં એક હરણી જોઈ તેને મારવા માટે કાન પર્યત બાણ સાંધીને તીર છોડવાને તૈયાર થયો તે વખતે હરણી બેલી કે હે વ્યાધ ! હે બાંધવ! તું ક્ષણ એક સબૂર કર. એટલામાં હું મહારા ન્હાનાં બચ્ચાંઓને ધવરાવી પાછી આવું તે વખતે પારાધીએ કહ્યું-અરે પ્રપંચી! તું આ બાણથી છૂટી જા તે ફરી પાછી
ક્યાંથી આવે? તે વખતે તેને હરણુએ કહ્યું કે જો હું ન આવું તે મહારે શીર ગોહત્યાદિકના પાપ છે તે વચન સાંભળી પારાધીએ કહ્યું કે કચ્છમાંથી ઉગરવા માટે તું એવાં વચન બોલે છે, તે હું માનું નહી. છતાં તું કાલાંવાલાં કરે છે તે ઉપદેશ પૂછતાં કુઉપદેશ આપે, તેનું પાપ તારે શિર લે, તો જાવા દઉં, હરણું તે પ્રતિજ્ઞા કરીને ગઈ અને પોતાના બાલકને ધવરાવી સંતેષીને પિતાનું વચન પાળવા માટે પાછી પારાધી પાસે આવીને કહેવા લાગી કે હે વધક ! હકઈ દિશાએ નાસી જાઉં તે તારા બાણથી છૂટું? તે સાંભળી વ્યાપ વિચારવા લાગ્યો કે હું એને કુશીખ આપીશ તે મને પાપ લાગશે, માટે ખરૂં કહેવું જોઈએ, એમ ચિંતવીને કહેવા લાગ્યું કે તું જમણી બાજુએ નાશી જા, તે છૂટે, એવું વચન સાંભળી હરણ જમણી બાજુ નાઠી તેથી છૂટી. માટે હે સજજન શીખ આપતાં કુશીખ આપે છે તે મહાપાપી કહેવાય, તે હવે તું મારો મિત્ર છતાં મને કશીખ કેમ આપે છે? જે કઈ બાપડા પામર લેકએ ધર્મ નહીં વખાણે તે શું તેથી ધર્મ વ્યર્થ થઈ ગયે સમજ? - જે આંધળે પુરૂષે સૂર્ય ન દીઠે, તે શું સૂર્ય નથી ઉગે, એમ સમજવું? ખરું પુછે તે સંસારમાં સાર પદાર્થ સર્વ લેકને આધાર, સર્વ સુખને ભંડાર, સ્વર્ગાપવર્ગને દાતાર અચિંત્ય ચિંતામણિ સમાન, સકલ કલા પ્રધાન એવો એક ધર્મ જ છે.