________________
પરિચ્છેદ
ધર્મસ્વરૂપ-અધિકાર.
કદાચ મેરૂ પર્વત ચલાયમાન થાય, મંદરાચલ (હિમાલય) ચલાયમાન થાય તારા, ગ્રહ, ચંદ્ર કે સૂર્ય પણ ચલાયમાન થાય, કે કદાપી પૃથવી પણ કોઈ કાળે ચલાયમાન થાય પરંતુ સજજન પુરૂષનું વચન કદી ફરતું નથી.
આવાં વચન સાંભળી કુમાર દુખિત થયે, અને ચિંતામાં પડી ગયે, કે મને તે વાઘ નદીના ન્યાય સમાન કષ્ટ પ્રાપ્ત થયું છે. હવે જો હું દાનેશ્વર થાઉં છું, તે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે, અને જે દાન નથી આપતે, તે કીર્તાિ જાય છે. પણ રૂડું કરતાં મને શે દોષ છે? એવું વિચારી કુમાર પૂર્વની પેઠે દાતાર થઈ દાન દેવા લાગે તે વાત રાજાએ સાંભળી કે તરત કોપાયમાન થઈ કુમારને દેશવટે દીધે એટલે કુમાર પણ માનપૂર્વક સાહસિકપણે માત્ર એક અશ્વ સહિત હથિયારે યુકત તત્કાલ પરદેશે ચાલે, કેમકે તેજી તાજણે ખમે નહીં. પછી તે સમાચાર લોકોના મુખથી જાણીને સજજન પણ પાછળથી નીકળીને કુમારને જઈ મળ્યો, માર્ગમાં બેઉ જણ ચાલ્યા જાય છે, તે વખતે સજજન પ્રત્યે કુમાર પૂછવા લાગે દે હે સજન! કાંઈ ચમત્કારિક વાત તે કહો. ત્યારે સાજન બોલ્યા કે હે કુમાર ! તમે કહો કે પુણ્ય અને પાપ એ બે માંહે કેણુ રૂડું છે? કે જેની પ્રશંસા કરીએ. તે વખતે લલિતાંગ કુમાર હસીને કહેવા લાગ્યો કે અરે ભુંડા મૂખી! એટલું તે સર્વ જાણે છે, કે “જ્યાં ધર્મ છે ત્યાં જાય છે. અને પાપ ત્યાં ક્ષય છે. ” તે સાંભળી અધમી સજજન બેલ્યો કે હે સ્વામી! જે પુણ્ય રૂડું છે, તે તમે દાન પુણ્યાદિક કરતાં કરાવતાં અહીં આવી અવસ્થા કેમ પામ્યા ત્યારે તેને કુમારે
હ્યું કે જે કષ્ટ પામીએ તે પૂર્વકૃત પાપ કર્મને ઉદય જાણુ. અને જે શાતા પામીએ તે પૂર્વકૃત પુણ્યકર્મને ઉદય જાણ. તેથી ફરી સજજન બે , કે તમારા ધર્મનું ફલ તે મેં પ્રત્યક્ષ દીઠું. માટે હવે તમે ચારી વિગેરેથી ધન ઉપાર્જન કરી રાજ્ય પિતાને વશ કરે, તે સાંભળી લલિતાગ કુમાર બેલ્થ કે--હે દાસ! તું એવાં સપાપ વચન ન બેલ કારણ કે સ્વભાવે પણ પાપ વચન બોલ્યાથી જીવ દુઃખ પામે છે. માટે તારે એવા યદ્વા તદ્દા પ્રલાપ કરવા નહીં, છતાં તે નિર્ણય કરે હોય તે ચાલે આપણે કોઈ મહાન પુરૂષને પૂછીએ. તે સાંભળી સજજન બોલ્યા કે–ભલે ધર્મથી જય છે એમ કેઈ કહે તો હું આ જન્મ પર્યત તમારો દાસ થઈને રહીશ, અને જો એમ ન કહે તે આ જન્મ પર્યત તમે મહારા દાસ થઈને રહે. બન્ને જણે એ વાત કબુલ કરી, આગલ ચાલતાં એક ગામ આવ્યું ત્યાં લેકેનાં ટેળામાં જઈ પૂછવા લાગ્યા કે-ભાઈઓ, સુખશ્રેય પામીએ તે પુણ્યથી કિવા પાપથી? એ પ્રશ્ન સાંભળીને લેકે બોલ્યા કે ભાઈ? હમણું તે પા૫જ સુખ હેતુ છે, અને પુણ્યથી ક્ષય થાય છે, એવું સાંભળી બેઉ જણ આગળ ચાલ્યા માર્ગ માં લલિતાંગ કુમારને સજન હાંસિ પૂર્વક કહેવા લાગ્યો કે અહે કુમાર ? હવે તમે ઘેડા ઉપરથી ઉતરી ચાકર થઈને મારી આગળ ચાલે ને પિતાની