________________
૯૨
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ,
પંચમ
નીચ પુરૂષના ગુણેમાં ઝેર.
*અનુદ્દ૬ ( ૧ થી ૫) चारुता पहदारार्थ धनं लोकोपतप्तये ।
प्रभुत्वं साधुनाशाय खले खलतरा गुणाः ॥१॥ નીચ પુરૂષની સુન્દરતા બીજાની સ્ત્રીને ભ્રષ્ટ કરવા સારૂ છે. અને ધન લેકને સંતાપ કરવા સારૂ છે, તેમ તેની મોટાઈ સજનેને નાશ કરવા સારૂ છે. એમ ખલ પુરૂષમાં રહેલા ગુણે પણ અત્યન્ત ખલ થઈ જાય છે. ૧
દુર્જનની રેટના ઘડા સાથેની તુલના.
जीवनग्रहणे नम्रा गृहीत्वा पुनरुनताः ।
किं कनिष्ठाः किमु ज्येष्ठा घटीयन्त्रस्य दुर्जनाः ॥५॥ દુર્જને (કેઇને) જીવ લેવામાં પ્રથમ નમ્ર બની જાય છે, પછી જીવ ગ્રહણ કરીને ઉદ્ધત થાય છે. માટે રેટના ઘડા જેવા છે. કેમકે જેમ રેટના ઘડા પ્રથમ જીવન (જળ) લેતી વખત નમી જાય છે ને પાછળથી ઉંચા મુખ રાખી ઉદ્ધત બન્યા જેવા દેખાય છે એ રીતે દુર્જન તથા રેટના ઘડાએ સરખા જ છે.
દુર્જન સાંબેલા જેવો છે. कुर्वते स्वमुखेनैव, बहुधान्यस्य खण्डनम् ।
नमः पतनशीलाप, मुसलाय खलाय च ॥ ३।
બળ પુરૂષ પિતાના મુખ વડે ઘણે પ્રકારે બીજાનું ખંડન કરે છે, એટલે • પિતે પતન (પાપ) શીળવાળે સાંબેલા તુલ્ય છે તેને દૂરથી નમસ્કાર છે. મતલબ
કે સાંબેલું પિતાના મુખ ભાગથી બહુ ધાન્યનું ખંડન કરનાર વારંવાર પડવાના સ્વભાવવાળું છે તેમ દુર્જનને સ્વભાવ પણ છે. ૩
ધતુરાના ફળ સાથે દુષ્ટને મુકાબલે. अन्तर्मलिनदेहेन, बहिराहादकारिणा ।
महाकालफलेनेव, के खलेन न वञ्चिताः ॥ ४ ॥ અંદર મલિન દેહ (ચિત્ત) વાળે અને બહારથી સુંદર આકારવાળો એ જે ખળ પુરૂષ તથા તેવું ધતુરાનું ફળ તેનાથી કયા પુરૂષો છેતરાયા નથી ? ૪
૧ થી ૫ સુભાષિત રત્ન ભાંડાગાર.