________________
ના
૪૧૦ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ કુસંગને બીજા શબ્દોમાં કહી તે દુર્જનની સેબત કહી શકાય. પૂર્વે આપણે ગત અધિકારમાં દુર્જનના દુરાચરણે માટે બહુ વિસ્તારથી જાણી ગયા છીએ તેવા દુરાચરણના અંગ કે સ્પર્શ માત્રથી કેવા અનર્થો થાય છે તે પણ જોયું છે કેમકે તેમના મન, વચન અને કાયા ત્રણે હળ હળ વિષથી ભરેલાં હોય છે. એટલું જ નહિ પણ તેની આસપાસનું વાતાવરણ પણ કેવળ દુર્ગધમય હોય છે આટલા માટે તેવાએથી છેક નિરાળા રહેવાની વિશેષ આવશ્યકતા સમજાવવા આ કુસંગતિ અધિકારને આરંભ કરવામાં આવે છે.
દુર્જન સમક્ષ રહેવાથી તાડનનો ભય.
મનુષ્ય. (૧ થી ૭) छिद्राणां निकटे वासो, न कर्तव्यः कदाचन ।
घटी पिबति पानीयं, ताड्यते पश्य झल्लरी ॥ १ ॥ કઈ પણ વખતે છિદ્ર (કાણુરૂપ એવા દુર્જન)ની સમીપે વાસ ન કરે કારણ કે છિદ્રવાળી ત્રાંબાની વાટકીરૂપ ઘટી કે જે ઘડીયે ઘડીયે પાણીમાં ડૂબીને પ્રાણીનું પાન કરે છે છતાં તેને આશ્રય કરવાથી ટકરાની જાલર વારંવાર તાડનને પ્રાપ્ત થાય છે. ૧
રાવણના પાપે રાક્ષસોને નાશ. रावणेन कृते पापे, राक्षसानां तु कोटयः।
હતા. શ્રીરામમા ફુવતેર હકૂમતા ૨ રાવણ નામના રાક્ષસે પાપ કર્યું અને તેના પાપથી શ્રી રામચન્દ્રજીના ભક્ત કે પાયમાન થયેલ હનુમાનજીથી કરેડે રાક્ષસે હણી નખાણું. તેમ કુસંગીના સંગથી ઘણને દુઃખ પ્રાપ્ત થાય છે માટે કુસંગ ન કરે. ૨
ઉત્તમ કુળના મનુષ્યને કુસંગની અસર विकाराय भवत्येव, कुलजोऽपि कुसङ्गतः ।
जलजातोऽपि दाहाय, शङ्खो वह्निनिषेवणात् ॥ ३ ॥ મનુષ્ય ઉત્તમ કુલમાં જ હોય તે પણ કુસંગથી વિકારી થાય છે, જેમકે શેખ જલ (શીતળ પાણ)માં જન્મે છે તે પણ તે અગ્નિના સંગથી દાહક થાય છે (અર્થાત્ શંખની કરેલી ભસ્મ ચુને ગણાય છે ને તેમાં પાણું નાખવાથી હાથ દાઝે એવું ગરમ પાણી થાય છે.) ૩