________________
^^^
^^^
^
પરિચ્છેદ ધર્મસ્વરૂપ અધિકાર.
૪૨૧ ધર્મ દેહધારી પ્રાણીઓનું મહા કલ્યાણ છે. ધર્મ સમગ્ર પીડાને નાશ કરનારી માતા છે. ધર્મ ઈચછેલ અર્થને પૂર્ણ કરનાર પિતા છે. ધર્મ નિત્ય આનન્દને વધારનાર સહદ મિત્ર-છે. ૮
ધર્મ કરનારને શું શું ફળ મળે છે?
૩પનાતિ (૯ થી ૧૧) दिने दिने मञ्जुलमंगलाली सुसम्पदः सौख्यपरंपरा च ।
इष्टार्थसिद्धिर्बहुला च बुद्धिः सर्वत्र सिद्धिः सृजतां सुधर्मम् ॥९॥ સદ્ ધર્મનું આચરણ કરનાર મનુષ્યને સર્વ ઠેકાણે દિવસે દિવસે સુદર મંગલેની પંક્તિઓ, સારી સંપત્તિઓ, સુખની પરંપરા, ઈઝ-ઈછિત અર્થની સિદ્ધિ, ઘણું બુદ્ધિ, અને સર્વત્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૯
ઘર્મશીલ પુરૂષને સર્વત્ર નિર્ભયપણું. यो धर्मशीलो जितमानरोपी विद्याविनीतो न परप्रतापी ।
स्वदारतुष्टः परदारवर्जी न तस्य लोके भयमस्ति किंचित् ॥१०॥ ધર્મશીલ, માન, ક્રોધને જય કરનાર તથા વિવાથી વિનીત-વિનયવાળો, બીજાને દુઃખ ન આપનાર, પિતાની સ્ત્રીમાં સંતોષ રાખનાર અને બીજાની સ્ત્રીઓને ત્યાગકરનાર જે પુરૂષ છે. તેને જગતમાં કાંઈ ભય-બીક નથી ૧૦
ઘર્મ હીન પુરૂષનું જીવન પશુ તુલ્ય છે. त्रिवर्गसंप्ताधनमन्तरेण पशोरिवायुर्विफलं नरस्य ।
तत्रापि धर्म प्रवरं वदन्ति न तं विना यजवतोऽर्थकामौ ॥११॥ હે ભવ્ય અને ધર્મ અને કામાદિના સાધન વિના મનુષ્યનું આયુષ્ય છાગદિકની પેઠે નિષ્ફળ જાણવું. અર્થાત ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચાર જે પુ. રૂષાર્થ છે. તેમાં મોક્ષનું સાપણું દુર્લભ છે. જ્યારે બાકીના ધર્મ, અર્થ અને કામ, એ ત્રણના ઉપાર્જન વિના મનુષ્યનું વિતવ્ય પશુની પેઠે વિફલ જાણવું. એ ત્રણ વર્ગમાં પણ ધર્મને શ્રેષ્ઠ કહે છે કેમકે ધર્મ વિના અર્થ અને કામ બેઉ હાય શકે નહીં, કારણકે જેણે પૂર્વ જન્મ ધર્મ કર્યો છે તેને જ અર્થ કામ આ જન્મમાં પ્રાપ્ત થાય છે. તે માટે ત્રણ વર્ગમાં પણ જે ધર્મ છે તેજ શ્રેષ્ઠ છે. તેથી હે ભવ્ય પ્રાણીઓ મનને વિષે વિવેક લાવીને શ્રી સર્વજ્ઞ પ્રણીત ધર્મજ આદર. ૧૧