SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ^^^ ^^^ ^ પરિચ્છેદ ધર્મસ્વરૂપ અધિકાર. ૪૨૧ ધર્મ દેહધારી પ્રાણીઓનું મહા કલ્યાણ છે. ધર્મ સમગ્ર પીડાને નાશ કરનારી માતા છે. ધર્મ ઈચછેલ અર્થને પૂર્ણ કરનાર પિતા છે. ધર્મ નિત્ય આનન્દને વધારનાર સહદ મિત્ર-છે. ૮ ધર્મ કરનારને શું શું ફળ મળે છે? ૩પનાતિ (૯ થી ૧૧) दिने दिने मञ्जुलमंगलाली सुसम्पदः सौख्यपरंपरा च । इष्टार्थसिद्धिर्बहुला च बुद्धिः सर्वत्र सिद्धिः सृजतां सुधर्मम् ॥९॥ સદ્ ધર્મનું આચરણ કરનાર મનુષ્યને સર્વ ઠેકાણે દિવસે દિવસે સુદર મંગલેની પંક્તિઓ, સારી સંપત્તિઓ, સુખની પરંપરા, ઈઝ-ઈછિત અર્થની સિદ્ધિ, ઘણું બુદ્ધિ, અને સર્વત્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૯ ઘર્મશીલ પુરૂષને સર્વત્ર નિર્ભયપણું. यो धर्मशीलो जितमानरोपी विद्याविनीतो न परप्रतापी । स्वदारतुष्टः परदारवर्जी न तस्य लोके भयमस्ति किंचित् ॥१०॥ ધર્મશીલ, માન, ક્રોધને જય કરનાર તથા વિવાથી વિનીત-વિનયવાળો, બીજાને દુઃખ ન આપનાર, પિતાની સ્ત્રીમાં સંતોષ રાખનાર અને બીજાની સ્ત્રીઓને ત્યાગકરનાર જે પુરૂષ છે. તેને જગતમાં કાંઈ ભય-બીક નથી ૧૦ ઘર્મ હીન પુરૂષનું જીવન પશુ તુલ્ય છે. त्रिवर्गसंप्ताधनमन्तरेण पशोरिवायुर्विफलं नरस्य । तत्रापि धर्म प्रवरं वदन्ति न तं विना यजवतोऽर्थकामौ ॥११॥ હે ભવ્ય અને ધર્મ અને કામાદિના સાધન વિના મનુષ્યનું આયુષ્ય છાગદિકની પેઠે નિષ્ફળ જાણવું. અર્થાત ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચાર જે પુ. રૂષાર્થ છે. તેમાં મોક્ષનું સાપણું દુર્લભ છે. જ્યારે બાકીના ધર્મ, અર્થ અને કામ, એ ત્રણના ઉપાર્જન વિના મનુષ્યનું વિતવ્ય પશુની પેઠે વિફલ જાણવું. એ ત્રણ વર્ગમાં પણ ધર્મને શ્રેષ્ઠ કહે છે કેમકે ધર્મ વિના અર્થ અને કામ બેઉ હાય શકે નહીં, કારણકે જેણે પૂર્વ જન્મ ધર્મ કર્યો છે તેને જ અર્થ કામ આ જન્મમાં પ્રાપ્ત થાય છે. તે માટે ત્રણ વર્ગમાં પણ જે ધર્મ છે તેજ શ્રેષ્ઠ છે. તેથી હે ભવ્ય પ્રાણીઓ મનને વિષે વિવેક લાવીને શ્રી સર્વજ્ઞ પ્રણીત ધર્મજ આદર. ૧૧
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy