SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ ષા ૪૨૦ - વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ સત્યથી ધર્મ ઉત્પન્ન થાય છે. દયા તથા દાનથી વધે છે. ક્ષમાથી ધર્મનું સ્થાપન કરાય છે અને ક્રોધ તથા લેભથી ધર્મ નાશ પામે છે. ૩ પાલન કરવા યોગ્ય મુખ્ય પાંચ ધર્મો.. अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् । पञ्चस्वतेषु धर्मेषु सर्वे धर्माः प्रतिष्ठिताः॥ ४॥ અહિંસા-ભૂત પ્રાણી માત્રની હિંસા ન કરવી તે, સત્ય-સાચું બોલવું,ચારી ન કરવી, પરિગ્રહને ત્યાગ, દાન આપવું, અને મૈથુન–ી સંગને ત્યાગ કરવો આ પાંચ ધર્મામાં સર્વ ધર્મત સમાઈ જાય છે. ૪ - દયા ધર્મની મુખ્યતા. सर्वे वेदा न तत् कुर्युः सर्वयज्ञाश्च भारत । सर्वे तीर्थाभिषेकाश्च यत्कुर्यात्माणिनां दया ॥ ५॥ હે ભારત ! ભૂત પ્રાણી ઉપર રાખેલી દયા જે કાર્ય કરે છે તે કાર્ય સર્વ વેદે, સર્વ યો અને સર્વ તીર્થોમાં કરેલા અભિષેકે કરી શકતા નથી. ૫ પૂર્વજન્મમાં કરેલ ધર્મનું અનુમાન धरान्तःस्थं तरोमूलमुच्छ्रयेणानुमीयते । तथा पूर्वकृतो धमोऽप्यनुमीयेत सम्पदा ॥६॥ પૃથ્વીમાં રહેલ વૃક્ષના મૂળનું તે વૃક્ષની ઉચાઈથી અનુમાન કરાય છે. તેમ પૂર્વજન્મમાં કરેલે ધર્મ સંપદ-ધન ધાન્યાદિની સંપત્તિથી અનુમાન કરાય છે. એ સંભાવના છે. ૬૪ ધર્મ પાપ નાશ કરે છે. दीपो हन्ति तमः स्तोमं रसो रोगमहाभरम् । सुधाबिन्दुर्विषावेगं धर्मः पापभरं तथा ॥ ७ ॥ જેમ દીવે અન્ધકારના સમૂહને નાશ કરે છે. રસાયન–શુદ્ધ ઔષધ રેગના મહા ભારને નાશ કરે છે. અને અમૃતનું બિન્દુ ઝેરના વેગને નાશ કરે છે. તેમ ધર્મ પાપના ભારને નાશ કરે છે. ૭ માતા પિતા અને મિત્ર રૂપે ધર્મ વિઝા, धर्मो महामङ्गलमङ्गभाजां धर्मो जनन्युद्दलिताखिलार्तिः। धर्मः पिता पूरितचिन्तितार्थों धर्मः सुहृदर्धितनित्यहर्षः ॥ ७॥ * ૬ થી ૯ સૂક્તિ મુક્તાવલી.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy