________________
ર
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ધર્મની પરીક્ષા.
वंशस्थ, यथा चतुर्भिः कनकं परीक्ष्यते निघर्षणच्छेदनतापताडनैः
तथैव धर्मो विदुषा परीक्ष्यते श्रुतेन शीलेन तपोदयागुणैः ॥१२॥ સેનાની પરીક્ષા કરવામાં સેનાને પથ્થર સાથે ઘસવું, તેને કાપવું અગ્નિમાં મેલવું તથા હથોડીથી ટીપવું એમ જેમ ચાર પ્રકારથી પરીક્ષા કરાય છે તેમ ધર્મની પરીક્ષા કરવામાં શાસ્ત્ર, શુભ આચરણ, તપ અને દયા ગુણે લેકમાં ઉપયોગી છે. ૧૨
ધર્મરૂપી વૃક્ષનું ફલ
द्रुतविलम्बित. सुकुलजन्मविभूतिरनेकधा प्रियसमागमसौख्यपरंपराः ।
नृपकुले गुरुता विमलं यशो भवति धर्म तरोः फलमीदृशम् ॥ १३ ॥ ઉત્તમ કુલમાં જન્મ, અનેક પ્રકારનું ઐશ્વર્ય, પ્રિય જનને સમાગમ, સુખની પરંપરા, અર્થાત્ એક પછી એક એમ સુખનું આવવું તે તેમજ રાજકુલમાં ગુરૂપણું અથવા હેટાઈ, નિર્મલ એ યશ, એ ધર્મરૂપી વૃક્ષનું ફળ છે. ૧૩
ખરે વખતે રક્ષણ કરનાર ધર્મ
માટિન (૧૪ ૧૫) सुचिरमपि उपित्वा स्यात्मियौर्विप्रयोगः सुचिरमपि चरित्वा नास्ति भोगेषु तृप्तिः । मुचिरमपि हि पुष्टं याति नाशं शरीरम्
सुचिरमपि विचिन्त्यं त्राणमेको हि धर्मः ॥ १४ ॥ લાંબા વખત સુધી સાથે વસીને પણ પ્રિય સગાં વહાલાએથી વિયોગ થાય છે. ઘણા વખત સુધી ભેળવવામાં આવે તે પણ વિષય ભેગમાં મનુષ્યને તૃપ્તિ થતી નથી. શરીરને દીર્ઘ કાલ પર્યન્ત પુષ્ટ કરવામાં આવે તે પણ તે નક્કી નાશને પામે છે. જ્યારે લાંબા સમય વિચાર કરવામાં આવે તે પરિણામે એક ધર્મ જ રક્ષા કરનાર છે. ૧૪
સંસારથી પીડીત જન સમાજને સત્ય શરણ
व्यसनशतगतानां क्लेशरोगातुराणाम्
मरणभयहतानां दुःखशोकार्दितानां । * ૧૩ થી ૧૬ સૂકત મુકતાવલી.