________________
C
ક
षष्ठ परिच्छेद.
પવિત્રઆત્મા ( લુકમ છ) તે સ્વભાવ વજનમાં હળવે છે. પરંતુ તેને અશુચિ અગ્ય પરિચય થવાથી વજન વધી જાય છે એજ ભવ બ્રમણનું કારણ છે. કેમકે હળવી ચીજની ગતિ ઉચે જવાના સ્વભાવવાળી છે. ત્યારે વજનદાર ચીજની ગતિ નીચે જવાના સ્વભાવવાની છે. સર્વ ધર્મના એજ વિચાર છે કે ઉચે સ્વર્ગ છે. અને નીચે નર્ક છે એ હકીક્તને ઉપરના કારણેથી પુષ્ટિ મળે છે કેમકે જેમ જેમ આત્મા કર્મ બંધ કરે છે તેમ તેમ વજન વધારવાથી નિચે (નર્કમાં) જવાને અધિકારો થાય છે ત્યારે સત્કર્મથી હળવે થતાં ઉંચે (સ્વર્ગમાં) ચઢે છે. આટલી હકીકત જાણવા પછી એ ક ભવિઆત્મા હશે કે જે નિચે જવાનું પસંદ કરે ?
આત્માને મુળરવભાવ નિર્મળ છે પરંતુ વિવિધ વાતાવરણના આચ્છાદનથી તે એ તે મલીન થઈ જાય છે કે કેટલીક વખત તે સારૂં નરસું વિચારવાની શક્તિ પણ ગુમાવી દે છે. ભવ્યાત્માને આ શક્તિ પુનઃ પ્રાપ્ત થઈ શકે તેટલા માટે વ્યવહારમાં સંસારમાં રહેલાં ત્યાજ્ય આછાદને નિરાલંબન વસ્તુઓ અને દુષ્ટ પ્રકૃ તિના સ્વરૂપ માટે પૂર્વ વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે એટલે છે તેવા દરેક અહિતકર સંસર્ગથી બચવાને કાળજી રાખવામાં આવે તે આત્મા પિતાની મૂળસ્થિતિને સમજવાને હક્કદાર થઈ શકે છે.
પવિત્ર ભાવનાવાળા જીજ્ઞાસુ મુમુક્ષુ વર્ગ આ અવસ્થાને પ્રાપ્ત કરી શકે તે પછી આત્માની ઓળખ અને તેની શકિતને અનુભવ થવાની જરૂર છે. તેથી આ ત્મ શક્તિ દર્શાવવાને આ પરિચછેદમાં પ્રયત્ન કરવામાં આવેલ છે અને આશા છે કે ભવ્યાત્મા તેથી પિતાના મૂળ સ્વરૂપને ઓળંગી આત્મસત્તા તેજનો અનુભવ થ. તાં ઉચગતિને પ્રાપ્ત કરવાને પિતાનું આમ વીર્ય ફેરવશે.