________________
૪૦૦
પંચમ
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. હંસ કરે હાડીયાનું ચાયની ચાલ છેડ, બાડીયા તારા તે બેલ ચાહી કોણ ચાખશે; આપનાં વખાણું આપ આપ કરે આપ મુખ. દુનિયાં તે દેખશે તેવા જ ગુણ દાખશે; માન મળે તને, તે હું નથી અપમાન દેતે, માન અપમાન જેગ માનવીઓ ભાખશે; દાઝે બળે દ્વેષ કરે તેથી દલપત કહે, રાગ રંગ રૂડે ગણી તને કેણ રાખશે. ૪ બાહ્ય આડંબર કરતા ઝેરી દુર્જન,
શાર્વવિરહિત (૧ થી ૩). गाढं श्लिप्यति दूरतोऽपि कुरुतेऽभ्युत्थानमाइँक्षणो, दत्तेऽर्धासनमातनोति मधुरं वाक्यं प्रसन्नाननः । चित्तान्तर्गतवञ्चनो विनयवान् मिथ्यावधिदुष्टधी
योदुःखामृतभर्मणाविषमयो मन्ये कृतो दुर्जनः ॥ १ ॥ દુર્જન મનુષ્ય બીજાને મળતાં એકદમ (મજબુત રીતે) ભેટી પડે છે, અને છેટેથી પણ આંસુ વાળી આંખ કરીને ઉભે થઈ જાય છે, અને પાસે જતાં પ્રસન્ન મુખ રાખીને અધું આસન આપે છે તથા મધૂર વાક્યને વિસ્તરે છે. પરંતુ ચિત્તમાં છેતરવાનું કામ જ કર્યા કરે છે એટલે આ મનુષ્યને કેમ છેતરૂં ? એ વિચાર કર્યા કરે છે. પરંતુ ઉપરથી વિનયને ડોળ કરે છે એટલે દુષ્ટબુદ્ધિવાળા દુર્જન મિથ્યા પણાની અવધિરૂપ છે. એટલે દુઃખ (વિખ) તથા અમૃતને સ્થાન રૂપ એવા બ્રહ્મા એ ઝેર મય (ઝેરમાંથી) જ દુર્જનને ઉત્પન્ન કર્યો છે એમ હું માનું છું.
દુર્જનની પ્રપંચજાળ. प्रत्युत्थाति समेति नौति नति प्रह्लादते सेवते, मुझे भोजयते धिनोति वचनैगृह्णाति दत्ते पुनः । अङ्गं श्लिष्यति सन्तनोति वदनं विस्कारिताप्रेक्षणं,
चित्तारोपितवक्रिमोऽनुकुरुते कृत्यं यदिष्टं खलः ॥२॥ ચિત્તમાં વક્રપણુને ધારણ કરનાર ખલપુરૂષ બીજાને જે ઠીક લાગે તેવું ઈચ્છિત આચરણ કરે છે તે કેવી રીતે? કે બીજા મનુષ્યને આવતે દેખી ઉભે થઈ સામે જાય છે. વખાણ કરવા માંડે છે, નમસ્કાર કરે છે, હર્ષ બતાવે છે, સેવા કરવા લાગે છે.