________________
૩૮૫
પરિચ્છેદ
દુર્જનનિંદા-અધિકાર નકટા મનુષ્યના શહેરમાં એક વેપારીનું જવું.
ધરા. पण्याजीवस्तु कश्चित् कचिदपि नगरे यत्र विनासमग्रा व्यग्रोऽभूत्तत्र गत्वा गरूड इति वचस्तर्जितस्तालिकाभिः। तत्रत्यैरेव सर्वैरथ स कथमपि स्वां च चिच्छेद नासां,
दुष्टाः स्वैरेव दोषैरधिगतसविधान्योजयन्त्येव साधून् ॥ १७ ॥
એક વેપારી કોઈ નગરમાં ગયે કે જ્યાં સર્વ મનુષ્ય નકટાં (નાક રહિત) રહે છે, તેમને જોઈને સર્વ નાકકટાં મનુષ્ય એક બીજાને તાળી આપીને “આ ગરૂડ છે, આ ગરૂડ છે,” એમ મશ્કરી કરવા લાગ્યાં, આવી મશ્કરી નહીં સહન કરવાથી તેણે પિતાનું નાક મહા મહેનતે કાપી નાખ્યું, આ રીતે દુષ્ટ પુરૂષે પુરૂષે ઉપર પોતાના દોષને આરોપ મેલીને દેષિત કરે છે. ૧૭
સતુપુરૂષ ફક્ત જ્ઞાનીને ગુરૂ છે તે માટે દષ્ટાંત. * કોઈ એક ગામમાં એક ભલે માણસ હતું તે સને પ્રસંગોપાત બહુ સારો ઉપદેશ આપતું હતું, તેથી ઘણા લે કે તેને ગુરૂ તરીકે બહુ માન આપતા હતા. તેથી તે ભલા માણસની એક મૂર્ખ માણસને અદેખાઈ લાગી. તે મૂર્ખને એમ વિચાર થયે કે એ માણસ બધાને ગુરૂ તે શા માટે થઈ બેઠે છે; એવા તે દુનિયામાં સ. તરસે પડ્યા છે. એ મફતનું માન ખાટી જાય છે ને મારે તે કઈ ભાવ પણ પૂછતું નથી. માટે એનું ગુરૂપણું ભૂલાવું તે હું ખરે. લાગ મળે ત્યારે પ્રયત્ન કરીશ એટ. લે એની મેળે પાધરે થઈ જશે, એમ ધારી તેને લાગ જેવા લાગ્યા. એટલામાં તે ભલે માણસ બહાર ગામ જતા હતા, ત્યાં રસ્તામાં પેલે અદેખે મૂર્ખ માણસ સામે મળ્યો. તેથી પોતાના હાથમાં પી ડાંગ ઉપાડીને કહ્યું કે ગામમાં બધાનો ગુરૂ બને છે તે તું કે? ત્યારે તે ગુએ જવાબ દીધો કે, કેમ ભાઈ? તારે શું કામ છે? ત્યારે તેણે કહ્યું કે મારે તેની ખબર લેવી છે, ડીક પૂજા કરવી છે. ગુરૂ ચેતી ગયા, એટલે તેણે કહ્યું કે ભાઈ? હું તે જ્ઞાનીને ગુરૂ છું; અજ્ઞાનીને દાસ છું. તારે તે હું દાસ છું; હું કઈ તારે ગુરૂ નથી; મને તું શું કરવા મારે છે? એવી રીતે કાલાવાલા કરીને તેને સમજાવ્યે ત્યારે તેણે તેને છેડી દીધે.
આવી રીતે સારા ગુરૂઓ છે તે જેઓ નવું જાણવાની ઇચ્છાવાળા છે, ધર્મ ઉપર પ્રેમવાળા છે, અને જેને પ્રભુના નામની લેહ લાગી છે તેઓને માટે છે. આસુરી
* સ્વર્ગ વિમાન.