________________
પરિચ્છેદ દુર્જનનિંદા-અધિકાર.
૩૫૩ ફક્તખાને દઢ વિચાર મેમાનને કાઢી મુકવાનો હસે તેથી લાઈલાજે તેનું કહેવું કબુલ રાખ્યું, ને પિતાને ઘેર જતી વખત જાલમખાંને પાછળથી આવવાનું કહેતે ગયે.
ફતેહાંએ ઘેર આવી કમાડ બંધ કરીને મેમાનોને વાતે હેકા ભરાવ્યા ને અગાઉના વખતની વાત કરવા માંડી.
જાલમખાંએ બીજા પાંચ સાત આદમીને બોલાવ્યા, ઢાલ, તરવાર, અને બંદુક હાથમાં લઈ લીધી, જામગરી સળગતી રાખી ફરેખાંના ઘર આગળ તે માણસે સહિત આવી હાકોટે કર્યો કે, “ અરે હરામી લક! આઈ જાઓ અબી મેદાનમેં! હમારા બડા નુકસાન કરકે ઘરમેં ઘુસી ગયા છે, તે તુમ સબ કયા સમજતે હે !! ચલો સતાબી કરે અરે એ. ફતેમાં ફસકું સુનતા નહિ? નીકાલ સબ લોકકું બહાર નકાલ સબ લોકકું બહાર ! પેલા બિચારા ગામડીયા લોકો તે ચોંક્યા કે આતે કેને બહાર નીકળવાનું કહે છે તે ખાંએ તેમને શાંત પાડી અંદરથી તાડકે કર્યો કે “એ જાલમખાં જુલમી, તુમ કિકું નિકાલનેકું બોલતે હે ?
જાલમખાં–તુમેરા મીજબાનકું ! ઉન્હાને હમારા બડા ગુહા કયા હૈ! ફતે ખાં-ક્યા ગુન્હા કિયા હૈ?
જાલમપાં-મેરા બાવા ઈનુકા ગાંઉમે નેકરથા ઉસી બખ ઈસુને ઉકુ મારાથ.
ફતેખાંના પૂછવાથી પેલા ગામડી એ જાલમખાં સાંભળે તેમ જવાબ દીધું કે, ના ભાઈસાહેબ, અમે તો કાંઈ જાણતા નથી ! તેમજ એમના બાપને પણ દીઠા નથી! તે અમોએ તેમને માર્યા તે ક્યાંથી હાય !!!”
જાલમખાં–જબ તમને નહિ તે તુમેરા ભાઈએ મારા હેગડા ! એ સબ એકાએકજ છે કે દુસ? યાદ રાખો, મેં અબી છોડનેવાલા નહિ! યહ હથીયારસે માર મારકે ટુકડે ટુકડા કર ડાલુંગા.
ગામડીઆઓ ગભરાવા લાગ્યા, તે જોઈ ફતેખાએ પિલા ગામડીઆઓને હિંમત આપી કે જાલમખાંને શે ભાર છે? તમને હું બેઠો છું ત્યાં સુધી ઉની આંચ આવવા દેનાર નથી. એમ કહી તે પણ ઢાલ, તરવાર, બંદુક લઈ લડવાને તૈયાર થયો.
આથી પટેલીઆઓને હિમ્મત આવી તથા તેઓ નિષ હતા, તેથી મનમાં એમજ હતુ કે આતે કેઈકને બદલે કોઈકને વઢવા આવેલ જણાય છે. તેથી થેડીવારમાં ફતે ખાં સમજાવી કાઢી મુકશે. આમ વિચારીને તેઓ નિર્ભયપણે બેસી રહ્યા,
૪૫