________________
www
૩૪૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
પંચમ 0 કઈ એક ગર્દભ (ગધેડે) ગર્વથી માર્ગ રૂધીને ભયરહિત ઉભે હતું, તે. ને એક મુસાફરે જઈ, બે હાથ જોડી,(વિનય પૂર્વક) નમ્રતા માન સાથે કીધું કે – હે આર્ય ! મારે માટે (મારે જવા માટે) રહે છેડી દ્યો, મારા ગયા પછી આપ મરજી માફક બિરાજશે. એમ કહ્યા છતાં ગર્દભભાઈ એ તે સાંભળ્યું નહીં, પછી મુસાફરે (પુષ્પાંજલિ) શિક્ષા કરી કે તરતજ (મહેરબાન સાહેબે) રસ્તે છેડયો. (આ ઉપરથી એ સિદ્ધ થયું કે) મૂખે શિક્ષાનેજ પાત્ર છે. ૫ | દુષ્ટને શિક્ષા એજ શાંતિનું સ્થાન છે. - “એતે મિઆ ભાઈકા ખેત હે, બેડી (વિધવા) બમનીકા નહિ.”
સદ બાદશાહી વખતમાં અમદાવાદથી બે મુસલમાન સવારે નેકરીનો હુકમ થવાથી પરગામ જવા નીકળ્યા મિયાંને ઘેર તે હાંલેહલાં કુસ્તી કરતાં હતાં, પિતાનું પિષણ બહુ મુશ્કેલીથી થતું, તે ઘડાને પેટપુર ખાવાની આશા શી? બિચારા ઘેડાના પેટમાં હાથ હાથના ખાડા પડ્યા હતા. ખેતરમાં લીલ-હરીઆળી જેવે ને ઘેડાચડ ઢંકાય જાય એ ઊંચે મેલ જોઈને મિઓએ તે ઘોડા માટે છૂટા મૂકી દીધા, પણ ખેતરના માલિકને ખબર પડવાથી જોરથી હાકોટે કર્યો કે ફકૃમિ આંઓ તરત ઘોડા બહાર કાઢી લઈ, જાણે કંઈજ બન્યું નથી. તેમ ડોલતા ડોલતા આગળ ચાલ્યા, ડેક ગયા એટલે એક વાર બેલ્યો, “યે ખેતરમેં કઈ આદમી દીખા જાતા નહિ હૈ, ઈસમે ઘોડા છોડ દંગે?” તેના સેબતીએ હા કહી તેથી ખેતરને મલ ચરવા ઘડાને છૂટા મૂકી દીધા. એ ખેતર કેઈ બિચારી વિધવા બ્રહ્માના. હતું, તે વખતે તે ત્યાં હતી, તેના ખેતરમાં ઘોડા પેઠેલા જોઈ સ્વાર પાસે જઈ પગે લાગી, ઘણાજ કાલાવાલા કર્યા, પણ દૈત્યને દયા શાની આવે? મિયાંભાઈએ ગણુકયું નહીં, પણ ઉલટી બે ચાર ગાળે દઈ મારવાની ધમકી આપી. બિચારી અબળાજાત શું કરે? લાચાર થઈ નુકશાન થયું તે જોયા કર્યું, મિયાંભાઈએ તે ઘોડા ચરાવતાં ચરાવતાં આગળ ચાલવા માંડયું. બ્રાહ્મણનું ખેતર પૂરું થયું અને છેડે બીજું ખેતર આવ્યું, તે એ પણ બ્રાહ્મણનું જ હશે, એમ ધારી તેમાં પણ ચરાવવા જારી રાખ્યા, મિયાં ફુસકુઓને ખબર નહિ કે એ કોઈ જાગીદારનો વજીફે છે, નહિં તે શેઢાપર ચડત પણ નહી.
જાગીરદારના માણસોએ પિતાના વજીફામાં ઘેડા સવાર સહિત પેકેલા , એકદમ ડેડી કાંઈ પૂછપરછ કીધા વગર બંને સ્વારને ઘેથી છેકે નાખી મારવા માંડયા એટલે એક મિયાં બે કે, “તુમ કાયકુ હમ લેકકું મારતા હય તુમેરાકુછ બિગાડ નહિ કીયા ? એ ખેતરતે બેડી બમની કા હૈ ઈમે તુમેરા ક્યાં લીયા?”
* ઊતકમાળા.