________________
પરિચ્છેદ.
કુવકતા-અધિકાર હોય તે જાણવું કે તે માણસ પેટ ભરાજ છે અને કાળની સપાટીમાં લાગનારા પવન અનુસાર તણાઈ જવાના છે. અષ્ટકળના ટીકાકાર કહે છે કે
अवसेसिया मइ सम्मदिठिस्त सा मश्नाणं ।
मइअन्नाणं मिच्छादिठिस्त सुयंपि एमेव ॥ સમ્યગ્દષ્ટિની બુદ્ધિ તે “મતિજ્ઞાન છે અને મિથ્યાર્થિની બુદ્ધિ તે “મતિઅજ્ઞાન છે. મતિમાં કાંઈ ફેફાર નથી. શ્રુતજ્ઞાનના સંબંધમાં પણ તેજ પ્રકારે સમજવું.” મહાતર્ક કરનાર હોય તે પણ જ્યાં સુધી જ્ઞાનની અસર આત્મિક શુભ પ્રવૃત્તિમાં થતી નથી, ત્યાં સુધી તેવા જ્ઞાનને શાસ્ત્રકાર અજ્ઞાન જ કહે છે, અને અજ્ઞાન તે કષાયાદિ મહાશિપુએથી પણ વધારે ખરાબ છે. આથી અમુક વ્યકિત વિદ્વાન હોય તેથી કાંઈ બહુ ખુશી થઈ જવા જેવું નથી. વાસ્તવિક તુલના તે પ્રવૃત્તિ ઉપરજ રહે છે. અને જેઓ અમુક કાર્ય તે આત્મિક ઉન્નતિ અવનતિને અંગે શે સંબંધ છે તે વિચારતા નથી અથવા વિચાર કરવાની દરકાર કરતા નથી તેઓ વ
સ્તુતઃ અજ્ઞાની જ છે, સંસાર રસિકજ છે, સંસારમાં રખડનારાજ છે અને તેથી તેઓને “પેટભરા કહેવા યુકતજ છે. જેઓ પિતાના પટ પૂરતે વિચાર કરી બેસી રહે છે તેઓ પેટભરા કહેવાય છે, અત્ર સંસારના વધારનારને તે નામ આપવું બહુ સાર્થ છે, વિચાર કરીને સમજવા ગ્ય છે અને સમજાઈ જાય તેવું છે.
અમે કહીએ છીએ એમ મુનિસુંદર મહારાજ ભાર મૂકીને કહે છે. ગ્રંથકારને બહુ વચનથી લખવાને હક છે. એમાં માન જેવું કશું નથી. વધુ સ્થિતિ લોકેના મન પર ઠસાવવા માટે ભાર મૂકીને કહેવાની આ પદ્ધતિ બહુ અસરકારક છે. ટીકાકારના કહેવા પ્રમાણે તે સમાન ઘર્મવાળાઓની એક વાક્યતા એટલે સરખા વિચાર ધરાવનારાઓને સર્વાનુમતે થયેલે નિર્ણય બતાવે છે. ૧૩
धन्याः केप्यनधीतिनोऽपि सदनुष्ठानेषु बद्धादरा, સુપાચ્ચેy પરોવરાવતા શ્રદ્ધાનશુદ્ધાશયાઃ | केचित्वागमपाठिनोऽपि दधतस्तत्पुस्तकान् येऽलसा;
अत्रामुत्र हितेषु कर्मसु कथं ते भाविनः प्रेत्यहाः॥१४॥ - કેટલાક પ્રાણીએ એ શાસ્ત્રના અભ્યાસ કર્યો ન હોય તે પણ બીજાના જરા ઉપદેશથી મુશ્કેલીથી સાધી શકાય તેવાં શુભ અનુષ્ઠાને તરફ આદરવાળાં થઈ જાય છે, અને શ્રદ્ધા પૂર્વક શુદ્ધ આશયવાળા થઈ જાય છે તેઓને ધન્ય છે? કેટલાક તે આગમન અભ્યાસી હોય અને તેનાં પુસ્તક પાસે રાખતા હોય છતાં પણ આ ભવ પરભવના હિતકારી કાર્યોમાં પ્રમાદી થઈ જાય છે અને પરલોકને હણી નાંખે છે. તેઓનું શું થશે ?” ૧૪