________________
પરિછેદ.
આજ્ઞાભંગ દેષ અધિકાર
૩૮૫
દિયાહીન પૂજા પણ નિષ્ફળ છે. जं तंबंसि पुज्जसि वयणं हिलेसि तस्स राएण ।
ता कह वंदसि पुज्जसि जिणवायठियं पि ण मुणसि ॥ ४ ॥ કેઈ અજ્ઞાની પુરૂષ ડાકડમાળથી શ્રી જિનેન્દ્ર ભગવાનની ભકિત તથા પૂજા બહુ પ્રકારે કરે છે ખરા; પરંતુ તેમના વચન (શાસ) પ્રમાણે વર્તન ન કરે, તે ભગવાનની કરેલી ભકિત અર્થાત્ નમસ્કાર કે પૂજા નિષ્ફળ છે. ૪
કુદેવ અને કુગુરૂની પિછાણ. लोएवि इमं सुणियं जं आराहिजं तं ण कोविज्जो ।
मणिज्ज तस्त वयणं जइ इच्छसि इच्छियं काउं ॥ ५ ॥ આ વાત તો જગત્ પ્રસિદ્ધ છે કે, રાજાદિકની સેવા કરીને, કાંઈ ફળ મેળવવું હેય, તો તેમની આજ્ઞા પ્રમાણે અવશ્ય ચાલવું જોઈએ. કદાચ આજ્ઞા પ્રમાણે ન ચાલે તે ઉલટે દંડ થાય છે, માટે હે ભાઈ! જે તું જિનેંદ્રભગવાનની પૂજા કરે છે, તે તેમના વચન ( શાસ્ત્ર) પ્રમાણે ચાલ. તે શાસ્ત્રમાં કહ્યું છે કે -રાગ દ્વેષાદિક ઉ. ત્પન્ન કરવાવાળા ક્ષેત્રપાલાદિ જે દેવ છે, તેને સુદેવ નહીં માનતાં કુદેવ માનવા, અને પરિગ્રહધારી વિષયાભિલાષી જે ગુરૂ છે તેને સુગુરૂ નહીં માનતાં કુગુરૂ માનવા. ૫
ઉપર પ્રમાણે ભગવાનની આજ્ઞા છે, તે પ્રમાણે વર્તન નહી રાખવાથી, મેક્ષ કે જે ભગવાનની ભકિત-પૂજાથી ઉત્પન્ન થતું ફળ છે, તે જ્યારે પણ મળશે નહિ.
આજ્ઞા ભગથી દુઃખ વૃદ્ધિ बंधण मरण भयाई दुहाई तिक्खाइ अणेयदुरकाई ।
दुरकाण दुहणिहाणं पहुवयणासायणाकरणं ॥ ६॥ આ લેકમાં બંધન (કેટ) કે મરણ એ મહા ભયંકર દુખ છે, છતાં જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી જે અનેક જન્મમાં મહાદઃખ ઉત્પન્ન થાય છે, તેની આગળ આ લેકનું દુઃખ કાંઈ હિસાબમાં નથી. (અર્થાત્ તુચ્છ છે.) ૬.
આજ્ઞાપાલન વૃદ્ધિની મહત્તા. आणाइ तवो आणाइ संजमो तहय दाण माणाए। आणारहिओ धम्मो पलाल पुलव्य परिहाइ ॥ ७॥ જે ભગવાનની આજ્ઞાનું પાલણ પિષણ કરવું, તેજ તપ, તેજ સંયમ, તેજ ૩૯.