________________
૨૯૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
ચતુર્થ પડે છે, તેમ વીતરાગદશા, શુદ્ધ માર્ગ કથન, અપેક્ષાઓનું શુદ્ધ સ્થાપન, નય સ્વરૂપને વિચાર અને સ્વાદ્વાદ વિચારશ્રેણી એ આતતાની પરીક્ષા માટે પૂરતાં છે વિશેષ ક્ષયોપશમ હોય અને અનુકૂળતા હોય તેણે વિશેષ પ્રકાર પરીક્ષા કરવાનો અત્ર નિષેધ નથી, પરંતુ ગમે તેમ કરી આતનાં વચન પ્રમાણે અનુષ્ઠાન કરવાની આવશ્યકતા અત્ર સ્વીકારી છે. -
અત્ર જે માર્ગનું દર્શન કરાવવામાં આવ્યું છે, તેમાં પણ જ્ઞાન પ્રાપ્ત કરવાને નિષેધ નથી, પણ દુવિકલ્પને ત્યાગ કરવાને ઉપદેશ છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ૧૨
માનપદના અભિલાષીની સ્થિતિ,
રાઠૂંવદંત. (૧૩-૧૪) मोदन्ते बहुतर्कतर्कणचणाः केचिजयाद्वादिनाम, काव्यैः केचन कल्पितार्थघटनैस्तुष्टाः कविख्यातितः । ज्योतिर्नाटकनीतिलक्षणधनुर्वेदादिशास्त्रैः परे,
ब्रूमः प्रेत्यहिते तु कर्मणि जडान् कुक्षिम्भरीनेव तान् ॥ १३ । ઘણા ન્યાયશાસ્ત્રના તર્કમાં નિપુણ એવા કેટલાક નિયાયિક પુરૂ, વાદી પુ રૂને જીતી જવાથી આનન્દ પામે છે. અને કેટલાક કવિ મનુષ્યો અર્થની ઘટનાથી રચેલ એવાં કાવ્યથી “કવિ” એવી ખ્યાતિ પામીને સંતુષ્ટ થાય છે, અને બીજા વિદ્વાને તિષ, નાટક, નીતિ, સામુદ્રિક શાસ્ત્રો ધનુર્વેદ આદિ શા. શાએથી સંતોષ માની રહ્યા છે. પરંતુ આવતા ભવમાં હિતકારી કાર્ય તરફ જે તેઓ અજ્ઞ (બેદરકારી હોય તે અમે તે તેઓને ઉદરભરિ (પેટભરા) જ કહીએ છીએ. ૧૩
ભાવાર્થ કેટલાક ન્યાયની કેટીમાં ઊંડા ઉતરી આનંદ માને છે, જ્યારે કેટલાક કવિ થાય છે, કેટલાક જોશી, નાટકકાર, રાજદ્વારી નીતિમાં કુશળ, સામુદ્રિક જ્ઞાનમાં કુશળ, શસ્ત્રવિદ્યામાં કુશળ અને કેટલાક પૃથકકરણશાસ્ત્રી, આંકડાશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, ખગોળવેત્તા, ભૂતળવેત્તા, વનસ્પતિ વિદ્યાકુશળ, ગણિતશાસ્ત્રમાં પ્રવણ, વૈયાકરણ વિગેરે વિગેરે થાય છે; ઉગ, ગુરૂકૃપા અને ક્ષપશમ પ્રમાણે વિદ્વત્તા મેળવે છે, પણ જે તેમને ભવની બીક નથી તે આવતા ભવમાં હિતકારી ધર્માનુષ્ઠાન કરી શકતા નથી અને ધર્માનુષ્ઠાન કર્યા સિવાય આવતા ભવ માટે મોક્ષ તૈયાર નથી અને તે ધર્મ હેવા કરતાં ધમ હોવાનો દેખાવ માત્ર કરે છે. આ પ્રમાણે
આદિ શબ્દ વાપરવાથી ભયાલ, રૂદ્રયામલ, વાસ્તુશાસ્ત્ર, કાત્યયને વસ્યાયન અને શકુન શાસ્ત્રને સમાવેશ થાય છે.