________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
ચતુર્થ ગુરૂનું બીજું લક્ષણ કહ્યું છે તેને પણ તેનામાં અભાવ છે. વળી સાધુ, માત્ર ધર્મોપ દેશના કરનારા છે તેમ ગૃહસ્થ, માત્ર ધર્મોપદેશના કરનારા નથી, તેઓ તે સાંસારિક ઉપદેશ પણ કરે છે. તારે પુત્ર નથી માટે બીજી સ્ત્રી પરણું, તારી પુત્રી મટી થઈ છે તેનાં લગ્ન કર, દાણુને, ઘી, તેલને અથવા કપાસ વિગેરેને બજાર તેજ થવાને છે તેથી તેની ખરીદી કર ઈત્યાદિ અનેક આરંભના પણ કહેનારા હોય છે તેથી ધર્મોપદેશકરૂપ ગુરૂના ત્રીજા લક્ષણને પણ તેનામાં અભાવ છે, તથા જેમ સાધુ રાત્રિ દિવસ ધર્મ વ્યાપારમાં જ રહે છે તેમ ગૃહસ્થ રાત્રિ દિવસ ધર્મ વ્યાપારમાં વર્તતા નથી, તેઓ કવચિત્ દેવપૂજાદિ ધર્મ કાર્યમાં રહે અને કવચિત્ સમાન ભેજન કામ વિલાસ વ્યાપાર રોજગારાદિ પા૫ કાર્યમાં પણ પ્રવર્તે છે. તથા ધમ માં સ્થિતિરૂપ ગુરૂના ચેથા લક્ષણને પણ તેનામાં અભાવ છે એટલે “ઘૉ વાર્તા જ ઘણા ઘડ્યો હતે? એ ચાર લક્ષણને અભાવ હોવાથી ગૃહસ્થ ગુરૂ થઈ ન શકે.
પ્રશ્ન–હે મહારાજ! સાધુ પશુ આહારદિક તે કરે છે. ભિક્ષા લાવ, વસ્ત્રાદિ જોઈ આપ, એમ શિષ્યોને આજ્ઞા કરે છે, એટલે સ્વાર્થ ઉપદિશે છે, નિદ્રાદિકમાં રહે છે, એટલે આપે કહેલા ચારે લક્ષણ સાધુમાં પણ નિરંતર ઘટતા નથી, તેનામાં પણ ગુરૂપણું ઘટી શકશે નહીં.
ઉત્તર–હે ભવ્ય ! સાધુઓનું શરીર ધર્મનું સાધન છે. શરીર વિના ધર્મ સાધી શકાય નહીં તેથી તે શરીરને ટકાવવાના કારણરૂપ આહારને વસ્ત્રાપાત્રાદિ ઉ. પકરણ ગવેલીને લાવવા ધોવા શિવવા પડે છે. તેમજ બહિભૂમિગમન નિદ્રાકરણ વિગેરે કરવું પડે છે પણ તે સર્વ તેને ધર્મકૃત્યજ છે. તેથી તેઓ રાતદિન ધર્મ વ્યાપારમાં જ રહે છે એમ સમજવું, માટે તેનામાં કહેલાં લક્ષણે ઘટી શકે છે.
પ્રશ્ન–હે મહારાજ ! પૂર્વકાળના ઉત્તમ સાધુઓ તેવા હતા તેથી તેમનાં બધાં કૃત્યો ધર્મ કૃત્ય તરીકે કહી શકાય પણ આ કાળમાં તેં શરીરને રૂટ પુષ્ટ કરનારા શોભનિક રાખનારા, ઢીલા, શિથિલ વિહારો, પાસસ્થા ઘણું દેખાય છે; ખરે. ખરા સાધુ દેખાતા નથી, તેથી તેમના કરતાં તે ગૃહસ્થ ગુરૂ શું બેટા છે?
ઉત્તર–હે ભદ્ર એવાં વચન ન બેસવાં, એમ બોલવાથી મહા દેષ લાગે. પાંચમાં આરાના અંત સુધી વિર ભગવાને ચતુર્વિધ સંઘની સ્થિતિ કહી છે. વળી તું રૂષ્ટ પુષ્ટ વિગેરે વિશેષણવાળાને દેખીને ભડકે છે પણ શાંત પરિણામ કરી તેને હેતુ સાંભળ-પૂર્વકાળે ભરતક્ષેત્રમાં પાંચ પ્રકારના નિયંઠા એટલે નિગ્રંથ વિચ. રતા હતા. પરંતુ આગમમાં આચાર પ્રાયે કષાય કુશળ નિગ્રંથને ઉચિત પ્રરૂપે છે. કારણ કે તે મધ્યમ નિગ્રંથ હોય છે. આ પાંચમાં આરામાં તે બે પ્રકારના નિ યંઠાજ વિચરે છે. બુકસને કુશીલપડિલેવી તેમાં બુક્કસ આગમ બેધાદિ ગુણે કાં