________________
પરિચ્છેદ. ગુરૂ ગૃહસ્થ ભેદ-અધિકાર.
૨૮૭ 1. પ્રશ્ન-ગૃહસ્થ પણ મહા પંડિત હોય છે તે તેઓ ધર્મ-તત્વના જાણું કેમ ન હોય? તેનામાં એ લક્ષણને અભાવ ઘટી શકતો નથી.
ઉત્તર–હે ભદ્રા પુત્રને જવાની પીડાથી પીડાતી અને રૂદન કરતી અનેક સ્ત્રીઓની પાસે બેસવાથી જે વંધ્યા સ્ત્રીને તેની પીડાને અનુભવ થાય તે કાવ્ય, વ્યાકરણ, ન્યાય, તર્ક, છંદ, અલંકાર, કર્મગ્રંથ પર્યત પ્રકરણ વિગેરે ઘણું શાસ્ત્રોને જાણ અને ઘણું આગમોના સાંભળનાર ગૃહસ્થ મહા પંડિતને આગમના અભ્યાસી નિરારંભી મુનિની જે ધર્મ વરતુને અનુભવ જાગે. પરંતુ તેમ થતું નથી તેથી ગૃહસ્થ મહા પડિ ને પણ નિરારંભી મુનિના જે ધર્મ વસ્તુને અનુભવ જાગ અસંભવિત છે, તેથી અમે તે લક્ષણને અભાવ કહો છે.
પ્રશ્નહે મહારાજ! ગૃહસ્થને મુનિની જે ધર્મના સ્વરૂપને ભાસ નહીં જાગવાનું કારણ શું?
ઉત્તર– હે ભવ્ય! ગૃહસ્થની આગમ ભણવારૂપ અગ્યતા હોવાથી તેને મુનિ જે અનુભવ જાગતે નથી, સર્વ કાર્યની સિદ્ધિ કરનારી યોગ્યતા ન હોવી તે મુખ્ય કારણ છે, બીજાં સર્વ તેનાં સહકારી કારણ છે.
પ્રશન–ગૃહસ્થને આગમ ભણવાની યોગ્યતા ન હોવાનું શું કારણ?
ઉત્તર–તેનું સવિશેષ કારણ તે કેવલીગમ્ય છે. અમે તે સર્વજ્ઞોએ આગ મમાં ગૃહસ્થને સિદ્ધાંત ભણવા ભણાવવાને નિષેધ કરેલું છે તે ઉપરથી એમજાણી. એ છીએ, કે–અગ્યતા વિના સર્વ જીવોના પરમ ઉપકારી અરિહંત ગણધર જે કર્તવ્ય જેને સુખદાઈ હોય તેને તે કર્તવ્યને નિષેધ કરે નહીં માટે અગ્યતા સિદ્ધ છે.
પ્રશ્ન-આગમમાં કેવી રીતે નિષેધ કરેલું છે ?
ઉત્તર–આગમમાં એમ કહ્યું છે કે–જે કેઈ સાધુ અન્ય તીથીને તથા Jહસ્થને સિદ્ધાંતની વાંચના આપે અથવા અનેરા પાસેં અપાવે અથવા જે પિતાની મેળે આપતે હોય તેને અનુદે તે સાધુને એક માશી અથવા ચાર માસી પ્રાયશ્ચિત્ત જાણવું' ઇત્યાદિ લેખેથી ખુલ્લી રીતે ગૃહસ્થને આગમ ભણવા ભણાવવાને નિષેધ સિદ્ધાંતમાં પ્રતિપાદન કરેલ છે.
પ્રશ્ન–શું એટલા ઉપરથી જ ગૃહસ્થ ગુરૂ ન થઈ શકે કે બીજા પણ હેતુ છે?
હે ભવ્ય! સર્વ અનર્થનું મૂળ અજાણ પણું એકલું જ સર્વ અયોગ્યતાનું મં. દિર છે, તેથી બીજા હેતુની જરૂર રહેતી નથી તે પણ બીજા હેતુએ છે તે આ પ્રમા છે–જેમ સાધુ, માત્ર ધર્મ કાર્યનાજ કરનારા હોય છે તેમ ગૃહસ્થ માત્ર ધર્મ કાર્યનાજ કરનારા હોતા નથી; તેઓ છકાયના આરંભ, વિષય ભેગ, પુત્ર પુત્રાદિકના વિવાહ વિગેરે સાંસારિક કાર્યના પણ કરનારા હોય છે, તેથી સદા ધર્મકર્તા એવું