________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ,
ચતુર્થ
પસ્યા બની ધારા જેવી ભાસે છે, સ્વાધ્યાય (સઝાયધ્યાન) કાનમાં સેય જે ભાસે છે, અને સંયમ (ચારિત્ર) યમરાજની જેવો વિષમ ભાસે છે. ૫
આમ પશ્ચાત્તાપ દર્શાવતાં સાધુઆત્મનિંદા અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.
गुरु गृहस्थ भेद-आधिकार.
સાધુ પુરૂષને ત્યાગગુણ એટલે તે મહાન છે કે તેથી તેમનામાં રહેલ તેજ અલોકિક પ્રભાવશાળી જોવાય છે. કેટલાકનું માનવું છે કે સંસારમાં ગૃહસ્થ તરીકે રહીને પણ લેભ, માન, માયા વિગેરે દુર્ગાને ત્યાગ કરવાથી પવિત્ર અને પ્રભાવશાળી જીવન પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ તે બાબતમાં કેટલેક અંશે ભૂલ છે. અલબત એટલું ખરું છે કે સદગુણના સેવનથી ગૃહસ્થજીવન પ્રસંશનીય લેખાશે પરંતુ ગૃહસ્થજીવનમાં રહ્યા થકા જુદા જુદા પ્રસંગમાં વ્યવહાર દષ્ટિએ આવરણે આવી પડવાથી તેવા નિર્મોહજીવનમાં કવચિત્ અંતરાય આવી પડવાના દરેક સંભવ રહે છે. અને તેથી ગૃહસ્થને ગુરૂપદની ઉપમા વાસ્તવીક રીતે ઘટી શક્તી નથી, મતલબ કે ગુરૂપદને યોગ્ય થવા માટે પ્રથમ ત્યાગની જરૂર છે. તેથી ગૃહસ્થ ગુરૂ કહી શકાય નહિ તેની ખાત્રી માટે આ અધિકાર લખવામાં આવે છે.
પ્રશ્ન-આપે પ્રથમ સમ્યકત્વ પ્રાપ્તિના પ્રસંગમાં કહ્યું છે કે–તે જીવ શુદ્ધ તત્ત્વના ઉપદેશક નિરારંભી ગુરૂ વિના અનેરા ગૃહસ્થાદિકને વિષે ગુરૂભાવ લાવે નહીં, તે ગૃહસ્થ, ગુરૂભાવને યેગ્ય ન હોય તેથી તેમ કહ્યું છે કે કેઈબીજા કારણથી કહ્યું છે?
ઉત્તર–મુખ્યપણે તે ગૃહસ્થ ગુરૂભાવને યોગ્ય જ નથી. ગુરૂ શબ્દને અર્થ શાસ્ત્રમાં એમ કર્યો છે કે—ધર્મ વસ્તુતત્વના જાણુ, ધર્મના જ કરનાર, ધર્મમાં સદા રહેનાર અને ધર્મના જ ઉપદેશક જે હોય તેને ગુરૂ કહીએ. એ કહેલાં ગુરૂના લક્ષણ ગૃહસ્થમાં હોય નહીં તેથી તેનામાં ગુરૂભાવની ગ્યતા નથી એમ અમે કહ્યું છે.
પ્રશ્ન-જેહરણદિ મુનિનાં ચિન્હ ધારણ ન કરવાથી ગૃહસ્થમાં ગુરૂપણું નથી કે કોઈ જ્ઞાનાદિકના અભાવના કારણથી નથી ?
ઉત્તર–હે ભદ્ર! વેષનો અભાવ તે સર્વ મનુષ્યો દેખી શકે છે તેમાં વિશેષ નથી, પણું ધર્મ-વસ્તુતત્વના જાણ એ પ્રથમ કહેલું ગુરૂનું લક્ષણ તેનામાં હતું નથી તેથી તેનામાં ગુરૂપણું નથી.
तत्त्ववार्ता.