________________
પરિચ્છેદ ' યતિશિક્ષપદેશ–અધિકાર"
૨૫૯ એ ચારે ભાવના નિરંતર ભાવવી એ પણ તારી ફરજ છે. એ ઉપરાંત કેઈ પણ વસ્તુ લેતાં મૂકતાં, ચાલતાં, બેસતાં, બેલતાં ઉપયોગ રાખ એમાં સમિતિને સમાવેશ થાય છે, જ્યારે મનવચન કાયાની પ્રવૃત્તિ પર અકુંશ રાખવો એ ગુપ્તિ કહેવાય છે. એ સમિતિ ગુપ્તિ ધારણ કરવી તે તારા મનબળપર આધાર રાખે છે, અને તું ધારીશ તે એને અંગે ઘણું કરી શકીશ, ૮
યોગરૂધનની આવશ્યકતા. xहतं मनस्ते कुविकल्पजालैर्वचोप्यवद्यैश्च वपुः प्रमादैः ।
लब्धीश्च सिद्धीश्च तथापि वाञ्छन् , मनोरथैरेव हहा हतोऽसि ॥९॥ તારૂં મન ખરાબ સંકલ્પ વિકલપથી હણાયેલું છે, તારાં અસત્ય વચન અને કઠોર ભાષણથી ખરડાયાં છે અને તારૂં શરીર પ્રમાદથી બગડયું છે, છતાં પણ તું લબ્ધિ અને સિદ્ધિની વાંછા કરે છે ખરેખર ! તું (મિથ્યા) મનોરથથી હણાયે છે.
ભાવ-મનસાધ્યું તેણે સઘળું સાધ્યું તથા વચન, કાયાને નિગ્રહ કરવાની જરૂરીઆત છે એ ત્રણે યુગોને છૂટા મૂકીને પછી લબ્ધિ સિદ્ધિની ઈચ્છા રાખવી એ તદ્દન મિથ્યા છે, અસંભવિત છે. અવિચારી છે. એ પ્રસંગે લબ્ધિ થવાની કે સિદ્ધિ થવાની ઈચ્છા રાખવી એ મનમાં નકામો કલેશ કરાવનાર થઈ પડે છે. એનું પરિ– ણામ કાંઈ આવતું નથી અને એક થવાથી ઉલટી આત્મઅવનતિ થાય છે માટે ત્રિકરણ મેગેને મોકળા મૂકી દઈ લબ્ધિ સિદ્ધિ મેળવવાના નકામા મનેર કરવા જ નહિ. ૌતમ સ્વામીને લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી એ આપણે જાણીએ છીએ, પરંતુ એનું . યેગવશીકરણ એટલું તે ઉત્તમ હતું કે વીરપ્રભુપર રાગ ન હતી તે પરમ જ્ઞાન પણ ઘણુ જલદી મેળવી શક્યા હોત. હે સાધુ ! ગ વશ કરવાની બહુજ જરૂર છે. સંસાર દુઃખને આત્યંતિક નાશ અને સિદ્ધિલક્ષમીને પ્રસાદ તેનાથી બહુજ જલદી પ્રાપ્ત થાય છે. એટલું ધ્યાનમાં રાખવું. ૯
નિર્જરા નિમિત્ત પરીષહ સહન. महर्षयः केऽपि सहन्त्युदीर्याप्युग्रातपादीन्यदि निर्जरार्थम् । कष्टं प्रसङ्गागतमप्यणीयोऽपीच्छन् शिवं किं सहसे न भिक्षो ! ॥१०॥
x प्रथम पंक्तिस्थाने " दग्धं मनो मे कुविकल्पज लैः " चतुर्थ पंक्तिस्थानें “ मनोरथैरेव हहा विहन्ये" રૂતિ વા ઘાટ. આ પાઠાંતરમાં બીજા પુરૂષને ઉદ્દેશીને કહેવાને બદલે આત્માને ઉદ્દેશીને પ્રથમ પુરૂષમાં તેજ ભાવ રહે છે. એ પાઠ પણ સમીચીન છે. એને અર્થ “મારું મન કુવિકલ્પોથી બળી ગયું છે, વચન અસત્ય અને કઠેર ભાષણથી ખરડાયાં છે અને શરીર પ્રમાદથી બગડયું છે. છતાં પણું લબ્ધિ સિદ્ધિની વાંછા કરીને અરેરે ! હું મનરથથી હણાયો છું” આ અર્થને ભાવ સમજાય તેવો છે. * *