________________
૨૭૨
વ્યાખ્યાન સાહિત્ય સુગ્રહ.
ચતુર્થ
થાય છે તે શિથિળવાને લીધે આ વઢન નમસ્કાર ઉપર કહેલા વૃક્ષને કાપી નાખવામાં કુહાડાનું કામ કરે છે, એ વૃક્ષના નાશ થયે અને તેથી કરીને એ વૃક્ષના એક વખત પણુ આશ્રય તને ન મળ્યે, તે પછી તુ' સ'સારસમુદ્રમાં ઘસડાઈ જઈશ ત્યાં તને કોઇ પણ પ્રકારને આશ્રય મળશે નહિ.
તારા શુદ્ધ વેશથી તારી જવાબદારી કેટલી વધે છે તેના તું વિચાર કર દુનિયા તારી પાસેથી તારી પ્રતિજ્ઞાને અનુસારે કેટલા ઊંચા વતનની આશા રાખે તેના ખ્યાલ કર હૈ મુનિ ! જરા અતરંગચક્ષુ ઉઘાડ આવે! યાગ આવી સામગ્રી તને ફરી મળવી બહુ મુશ્કેલ છે ડડ્ડાપણુ વાપરી સમયના ઉપયાગ કર, ઉપલક્ષણથી મુનિનેા અધિકાર છતાં પણ શ્રાવકે ખાસ આ શ્લોકના ભાવાથી વિચાર કરી સમજવાનું છે કે શ્રાવકપણ ના ડાળ ધારણ કરી ગુગુ સિવાય મારામારી કરી ધમાધમીથી નેકારશી આદિનાં જમણુ જમવાં, અનેકપ્રકારની ભાવના વગર હકે, અનીતિથી, વગર ગુણે, એક વખતથી પણ વધારે વખત લેવાની તુચ્છતા કરી, તેના હકદાર તરીકે પોતાના આત્માને માનવેા એ બહુ વિચારવા જેવુ છે. આવા વિચાર શ્રાવકે પણ પોતાના આત્માને માટે આ અધિકારમાં દરેક સ્થળે કરવાને છે, ૨૩
ચતિપણાનું સુખ અને ફરજ.
नाजीविकाप्रणयिनीतनयादिचिन्ता, नो राजभीश्च भगवत्समयं च वेत्सि । शुद्धे तथापि चरणे यतसे न भिक्षो, तत्ते परिग्रहभरो नरकार्थमेव ॥ २४ ॥
તારે આજીવિકા, સ્ત્રો, પુત્ર વિગેરેની ચિંતા નથી, રાજ્ય તરફની બીક નથી અને ભગવાનનાં સિદ્ધાંતા તું જાણે છે અથવા સિદ્ધાંતનાં પુસ્તકે તારી પાસે છે, છતાં પણ હે યતિ ! જો તુ શુદ્ધ ચારિત્ર માટે યત્ન કરીશ નહિ તે પછી તારી પાસેની વસ્તુઓના ભાર ( પરિગ્રહ ) નરક માટે જ છે,
ભાવાથ —તારે એ પાંચનાં પેટ ભરવાં નથી, સ્ત્રી સારૂ સાડી કે બંગડીએ લેવી નથી, પુત્ર નું વેત્રિશાળ કે લગ્નાદિ કરવાં નથી કે કુટુંબની અનેક ઉપાધિએ કરવી પડતી નથી, તારે કમાવાની માથાકુટ નથી અને આ સTM રિફાઈના જમાનામાં તારે હાથ પણ હલાવવેા પડતા નથી, તારી પાસે મેાટી પુંજી પણ નથી કે અગાઉના વખતમાં તને રાજ્ય તરફથી ભય હતા અને હાલના વખતમાં નકામા કજી આના ખરચમાં લુંટાવાનેા ભય છે, તેવા ભય તારે હોય. આ સર્વ ઉપરાંત તું જ્ઞાની છે, સમજું છે, શાસ્ત્રવિદ્ છે અને વીપરમાત્માએ સ` સમયને અનુકૂળ થાય છે તેવાં બતાવેલાં સિદ્ધાંતાનું રહસ્ય જાણનાર છે. આટલી સગવડ છતાં પણ જો તુ શુદ્ધ ચરિત્ર પાળતા નથી તેા પછી તારૂં ભવિષ્ય અમને તે સારૂ લાગતુ નથી તું
१ नो राजभीर्षरसि चागमपुस्तकानीति वा पाठ: