________________
- વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
ચતુર્થ સંસારમાં કઈ પણ જાતને મોહ કે મમત્વ રહી જવાથી અથવા સાધુ અવસ્થા પ્રાપ્ત થવા છતાં તાજ્ય કરેલ ભાવનામાં વૃત્તિ જવાથી તેવા અદશ્ય સાધુની શી સ્થિતિ થાય તે જાણવાને આ અધિકાર લખવામાં અવે છે.
અસ્થિર ચિત્તમાં અશાંતિ.
અનુષ્ય>(૧-૨). वने रतिविरक्तानां, रक्तानां च जने रतिः ।।
अनवस्थितचित्तानां, न वने न जने रतिः ॥१॥ સંસારથી વિરક્ત પુરૂષને વનમાં આનન્દ રહે છે. સંસારમાં આસકત પુરૂપિને જન સમાજમાં આનન્દ રહે છે, અને અસ્થિર ચિત્તવાળાઓને તે અરણ્ય અગર જનસમાજ બન્નેમાં આનન્દ હેતે નથી. ૧
હિત શિક્ષાને દુરપયેગ. अपथ्यसेवको रोगी, सद्वेषो हितवादिषु ।
नीरोगोऽप्यौषधमाशी, मुमूर्षुनात्र संशयः ॥२॥ રોગી છતાં જે પુરૂષ અપથ્ય–ગત્પાદક પદાર્થોને સેવે છે. અર્થાત્ તેવાં ભેજનાદિ ઉપયોગમાં લે છે. અને જે પુરૂષ હિત ફાયદાકારક ઉપદેશ આપનારા એમાં દ્વેષ રાખે છે. તથા જે પુરૂષ નરગી છતાં ઔષધે ખાધા કરે છે. આ ત્રણેય પુરૂષે મૃત્યુને ચાહનારા છે. તેમાં સંશય નથી. ૨
ગુરૂ ગુરૂમાં રહેલે તફાવત
૩જ્ઞાતિ. काष्ठे च काष्ठेऽन्तरता यथास्ति, दुग्धे च दुग्धेऽन्तरता यथास्ति । जले जले चान्तरता यथास्ति, गुरौ गुरौ चान्तरता तथास्ति ॥३॥
જેમ કાષ્ઠ કાષ્ઠમાં તફાવત છે. એટલે એક કાષ્ટ-લાકડું શેડી કિંમતે મળે છે, અને બીજું લાકડું તેનાથી સે ગણ કિંમતે પણ તેટલું મળી શકતું નથી, જેમ દૂધ દૂધમાં તફાવત છે. અને જેમ પાણું પાણીમાં અન્તર છે. તેમ ગુરૂ ગુરૂમાં પણ તફાવત છે. ૩
અંધકારનું સ્થાન.
मन्दाक्रान्ता. प्रातः पुष्णो भवति महिमानोपतापाय यस्मात् , कालेनास्तं क इह न गताः के न यस्यन्ति चान्थे ।