________________
•
*
*
*
* *
પરિચ્છેદ યતિશિક્ષાપદેશ-અધિકાર.
ર૭૧ ભાવાર્થ–ઉપધિ એ ધર્મોપકરણ સાધુનાં વસ્ત્ર, પાત્ર વિગેરેના સમૂહવાચી શબ્દ છે. જોકે વંદન નમસ્કાર કરે એવી ઈચ્છા રાખવી અને અનેક પ્રકારની ઉપાધિ મેળવવા ઈચ્છા રાખવી એ ગુણ વગર ઠીક નથી. વંદન કોને ઘટે? ઉપધિ શા માટે રાખવાની છે? એ કાંઈ જ શેખનું સાધન નથી, એ તે સંયમ ગુણુની વૃદ્ધિમાં અગવડ ન પડે તે સારૂ જેલ સાધન છે આવા બાહ્યાચાર ઉપર વૃત્તિ રાખવી અને પોતાનું વર્તન જરા પણ ઉંચું ન રાખવું એ પિતાને હાથે પિતાને વધ કરવા જેવું છે. જેવી રીતે બકરીને એક ખાટકીએ મારવા તૈયાર કરી અને તે સારૂ છરી શોધવા લાગ્યો બીજેથી તેને છરી પ્રાપ્ત થઈ નહિ, પણ જાતિ સ્વભાવથી બકરીએ ભૂમિ ઉખેડી, પિતે દીઠેલી છરી દાટી, ઉપર ધૂળ નાખી, અને તે ભાગ ઉપર ગળું રાખી તે છરી છુપાવવાની બુદ્ધિએ બેઠી. પરંતુ એમ કરવા જતાં એજ કાતિ વડે તેને નાશ થયે આ અજાગળ કર્તરી) ન્યાય છે આવી રીતે પોતાના હાથથીજ પિતાને નાશ કરવો એ અનુચિત વર્તન છે. માત્ર વેશ યતિને રાખવે અને વર્તન
રાખવું એથી દુતિરૂપ દુઃખ સ્વહસ્તે મેળવવા જેવું થાય છે. શુદ્ધ ચારિત્રવાન પણ વંદન, નમસ્કાર કે ઉપધિની વાંચ્છા કરતા નથી પણ કદિ તેઓ કરે તે નીતિની અપેક્ષાયે કાંઈ પણ વાજબી ગણાય, કારણ કે તેમ કરવાને તેઓને હક છે. પણ હે નામધારી! તારે તે એક પણ બચાવનું સાધન નથી. ૨૨ વર્તન વિનાનું લોકરંજન, બેધિવૃક્ષને કુહાડે, સંસાર સમુદ્રમાં પાત. किं लोकसत्कृतिनमस्करणार्चनायै, रे मुग्ध तुष्यसि विनापि विशुद्धयोगान् । कृन्तन् भवान्धुपतने तव यत्ममादो, बोधिमाश्रयमिमानि करोति पशून् ॥ २३ ॥ - તારા ત્રિકરણ યોગ વિશુદ્ધ નથી છતાં પણ લેકે તારે આદર સત્કાર કરે, તને નમસ્કાર કરે અથવા તારી પૂજા સેવા કરે ત્યારે હું મૂઢ! તું શા માટે સંતોષ માને છે? સંસાર સમુદ્રમાં પડતાં તને આધાર ફક્ત બોધિવૃક્ષને જ છે તે ઝાડને કાપી નાખવામાં નમસ્કારાદિથી થતે સંતેષાદ પ્રમાદ આ (લેક સત્કાર વિગેરે) ને કુહાડા બનાવે છે.
ભાવાર્થ–મનની અસ્થિરતા ઓછી થઈ નથી વચનપર અંકુશ આવ્યો નથી, કાયાના ગે કાબુમાં નથી અને તેમ છતાં પણ લેકે વંદન, પૂજન, ભક્તિ કરે ત્યારે તારા મનમાં આનંદ આવે છે એ કેટલું બેટું છે? હે સાધુ? તેવાં વંદન પૂજન ઉપર તરે હક શું છે? તુ જરા સમજ કે આ સંસાર એ સમુદ્ર છે, એમાં જે ડૂબે છે તેને છેડે અનંતકાળે પણ આવતું નથી, છતાં તેમાંથી બચવા માટે બોધિવૃક્ષ-સમ્યત્વતરૂ પ્રાપ્ત થઈ જાય તે બચાવ થાય છે. પરંતુ તેને પ્રમાદ
૧ વાસક્ષેપ બરાસ વિગેર ઉત્તમ ગધેથી.