________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
ચતુર્થ લોકરંજન એ વાસ્તવિક રીતે શું છે? કે પૈડે વખત કહે કે અમુક યતિ સારા છે એમાં વળ્યું શું? જ્યાં સર્વ સુખ દુઃખને આધાર કર્મ બંધ ઉપર છે ત્યાં બાહ્યદષ્ટિની કિમત કેવળ મીંડા માત્ર છે. વળી બને છે એમ કે શુદ્ધ વર્તનવાળા પુરૂષને કેટલાક કારણસર કેટલીકવાર નુકશાન જાય છે ત્યારે કે તેની નિંદા કરે છે, પણ સાધુને તેવું કાંઈ હતું જ નથી. મલ્લિનાથના સ્તવનમાં ઉપાધ્યાયજીએ લોકરંજન અને લેકેત્તર રંજનને તેલ કરી લોકોત્તર રંજનને પ્રાધાન્ય આપ્યું છે અનંત કાળચક્રના રેલામાં ઘસડાઈ જનાર પામર જીવ! તારા માની લેધેલા નાના સર્કલના ઉપર ઉપરના વખાણ માટે તું બધું ગુમાવી દેવાની ભૂલ કરીશ નહિ. ૧૩
યતિ સાવદ્ય આચરે તેમાં પરવચનને દોષ. - કાકાતિ. (૧૪-૧૫) वेषोपदेशाद्युपधिप्रतारिता ददत्वभीष्टानृजवोऽधुना जनाः ।
मुझे च शेषे च सुखं विचेष्टसे, भवान्तरे ज्ञास्यसि तत्फलं पुनः ॥१४॥ વેશ, ઉપદેશ અને કપટથી છેતરાયેલા ભદ્રક લેકે તને હાલ વાંછિત વસ્તુઓ આપે છે, તું સુખે ખાય છે, સુવે છે અને ફરતે ફરે છે, પણ આવતા ભવે તેનાં ફળ
જાણીશ.
ભાવાર્થતેરમા શ્લોકમાં આ બાબતમાં બહુ કહ્યું છે. હે યતિ ! ભદ્રક જીવે તને ગુણવાન્ ધારીને પિતે ન ખાય તેવી વસ્તુઓ તને ખાવા માટે આપે છે, તેમ જ તને દરેક પ્રકારની સગવડ કરી આપે છે, તેને તું ગેરલાભ લે છે. સાધુપણાને એગ્ય તારું વર્તન ન હોય તે તારે તે વસ્તુ પર કેઈપણ પ્રકારને હક નથી. હક વગર તું કાંઈ પણ ગ્રહણ કરીશ તે દેવાદાર થઈશ અને તે ઉપરાંત દંભ કરવાથી મહા દુર્ગતિમાં જવું પડશે.
દંભ કરનારને ભવાંતરે તે મહા કષ્ટ થાય છે પણ અત્રે બહુ ઉપાધિ થઈ પડે છે ખોટો દેખાવ જાળવી રાખવા અનેક ખટપટે કરવી પડે છે અસત્ય બોલવું પડે છે ખુશામત કરવી પડે છે અને છતાં પણ ખુલ્લા પડી જવાના ચાલુ ભયમાં રહેવું પડે છે. ઉપરના શ્લોકમાં કહેલી હકીકત ઉપાધ્યાયજી ટુંકા શબ્દોમાં કહે છે “જે જુઠે દીએ ઉપદેશ, મનોરંજનને ધરે વેશ, તેને જૂઠે સફળ કલેશ હે લાલ-માયા મસ ન કીજે.” ત્યારે ઉપદેશ અને વર્તન જુદાં રાખવાં એ માયામૃષાવાદ થયું એટલી વાત હાલ તુરત ધ્યાનમાં રાખવી આગળ ઉપર પ્રસંગે એ બાબત પર વધારે ખુલાસો થશે. ૧૪
* ઇંદ્રવંશા અને વંશસ્થ સંકર થવાથી ઉપજાતિ થાય છે. આ ઉપજાતિ તે જાતનો છે. જુઓ છે દેશનુશાસન