________________
પરિચ્છેદ
યતિશિક્ષાપદેશ-અધિકાર હે મૂઢ ! ધર્મના સાધનને ઉપકરણદિનું નામ માત્ર આપીને સ્વીકારેલા પરિગ્રહથી તુ કેમ હર્ષ પામે છે? શું જાણતા નથી કે વહાણમાં જે સેનાને પણ અતિ ભાર ભર્યો હોય તો તે પણ બેસનાર પ્રાણુને તુરત જ સમુદ્રમાં બૂડાડે છે !
ભાવાર્થ-સોનું સર્વને પ્રિય લાગે છે, તેને રંગ જોઈને પ્રાણ મેહમાં પડે છે, છતાં પણ એક વહાણમાં તેને અતિ ભાર ભરવામાં આવે તે તે વહાણ પણ ડૂબે છે અને બેસનારને ડૂબાડે છે, તેવી જ રીતે પરિગ્રહ પ્રિય લાગે છે, બાહ્યરૂપ જોઈ તેના પર મેહ લગાડે છે અને ખાસ કરીને ધર્મને નિમિત્તે કરવામાં આવતે પરિગ્રહ તે જરા પણ ખૂટે છે એમ કેટલીકવાર વિચાર કર્યા વગર સમજવામાં પણ આવતું નથી, છતાં પણ યતિજીવનરૂપ વહાણમાં એ બહારથી સુંદર દેખાતા પરિગ્રહરૂપ સવને અતિ ભારી ભરવામાં આવે તે ચારિત્રનાકા સંસારમમુદ્રમાં નાશ પામે છે અને એનો આશ્રય કરનાર મૂઢ જીવ પણ ડૂબે છે.
આવી રીતે જીવ આત્મવંચન કરે છે એ માને છે ધર્મ, પરંતુ પિતાને મૂછી થાય છે તે સમજાતું નથી, પુસ્તકની મેટી લાઈબ્રેરી રાખે કે ભંડાર રાખે તેની સાથે અત્ર સંબંધ નથી અત્ર કહેવાને ઉદ્દેશ એ જ છે કે કઈ પણ વસ્તુ ઉપર ધર્મને નામે પણ હદયમાં મારા પશુની બુદ્ધિને અહેમમાં ભાવનો ત્યાગ કરે, એ પ્રમાણે થશે નહિ ત્યાં સુધી તમે પરિગ્રહથી મુક્ત છે એમ કહી શકાશે નહીં. અલબત, પિતાની પાસે પૈસા રાખવા, અથવા અમુક નિમિત્ત - નમાં કલ્પી શ્રાવકને ત્યાં જમે રાખવા કે શાસ્ત્રને આદેશ દૂર કરી ઉત્સર્ગ અપવાદના નિમિત્ત વગર વધારે વસ્ત્રપાત્રાદિ રાખવાં એ તે અત્યાચાર જ છે અને બધા સંસાર વધારનાર જ છે અત્ર તે જે હોય તેના પર મમવબુદ્ધિ તજવાનો ઉપદે શ છે. ૧૮
મત્સત્યાગ. ध्रवः प्रमादैर्भववारिधी मुने, तव प्रपातः परमत्सरः पुनः। गले निबद्धोरुशिलोपमोऽस्ति चेत्कथं तदोन्मज्जनमप्यवाप्स्यसि ॥१९॥
હે મુનિ! તું પ્રમાદ કરે છે તેને લીધે સંસારસમુદ્રમાં તારે પાત તે જાણે નકકી જ છે પણ વળી પાછાં બીજા ઉપર મત્સર કરે છે તે ગળે બાંધેલી મોટી શિલા જે છે. ત્યારે પછી તે તું તેમાંથી ઊંચે પણ કેવી રીતે આવી શકીશ?
૧ સંયમના નિર્વાહ માટે કામે લાગતાં વસ્ત્ર પાત્રાદિકને ઉપકરણ” કહેવામાં આવે છે અને જે નકામાં મમતા બુદ્ધિથી એકઠાં કરેલાં હોય તેવાં ઉપકરણને અધિકરણ કહેવામાં આવે છે (યતિદિનચર્યા) આજ હેતુથી તેવાં અધિકરણને અવ અતિભારરૂપ કહેવામાં આવેલ છે,