________________
પરિચ્છેદ યતિશિક્ષાપદેશ-અધિકાર
૨૫૩ પ્રમાણે –ગ ત્રણ છે મનગ, વચનગ, કાયયેગ, કરણ ત્રણ છે. કરવું, કરાવવું અને અમેદવું. સંજ્ઞા ચાર છે; આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા અને મૈથુન સંજ્ઞા. ઇંદ્રિય પાંચ છે; સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રંદ્રિય, પૃથ્વીકાયા રંભાદિક દશઃ પૃથ્વીકાય આરંભ, અપકાય આરંભ, તેઉકાય , આરંભ, વાઉકાય આરંભ, વનસ્પતિકાય આરંભ, બે ઇંદ્રિય આરંભ, તે ઇન્દ્રિય આરંભ, ચરિંદ્રિય આરંભ, પંચેન્દ્રિય આરંભ અને અજીવ આરંભ યતિ ધર્મ દશ છે. ક્ષમા, માવ, આર્જવ, નિર્લોભાણું (મુકિત), તપ, સંજમ, સત્ય, શૈચ, અકિંચનપણું અને બ્રહ્મચર્ય. આમાંના દરેકનું એકેક પદ લઈ જૂદા જૂદા ભેદ કરવાના છે. પ્રથમ ભેદ દાખલા તરીકે નીચે પ્રમાણે કરાય-“મને કરી આહારસંજ્ઞા રહિત થઈ એનેંદ્રિયને સંવર કરી ક્ષમાયુકત રહી પૃથ્વીકાયને આરંભ કરે નહી.” આ વાકય કાયમ રાખી “ક્ષમાયુક્ત શબ્દને બદલે માદ્વયુકત વિગેરે દશ ધર્મો મૂકે ત્યારે દશ ભેદ થાય, પણ તે બધા પૃથ્વીકાય સંબંધે જ થયા. તે જ્યારે અપકાય વિગેરે ઉપર જણાવેલા દશ ભેદ સાથે દશ દશ ભેદ કરે ત્યારે સો ભેદ થાય. તે બધા શ્રેત્રે ક્રિયે થયા, અને તેવી જ રીતે બાકીની ચાર ઇદ્રિ સાથે મેળવતાં પાંચસે ભેદ થાય, તે દરેકને આહાર, ભય, પરિગ્રહ અને મૈથુન સંજ્ઞા સાથે મેળવતાં બે હજાર ભેદ થાય. મન, વચન, કાયાના પેગ સાથે મેળવતાં છ હજાર ભેદ થાય અને તેને કરવું, કરાવવું અને અનુમેદવું એ ત્રણે કરણ સાથે મેળવતાં અઢાર હજાર ભેદ થાય.
આ ભેદને માટે શ્રી પ્રવચન સારોદ્ધાર ગ્રંથના પૃષ્ઠ ૩૩૯ મે ( પ્રકરણ રત્નાકર ભાગ ૩ ) એક કેષ્ટક આપેલું છે તેની ખૂબિ એવી છે કે તે નજર આગળ રાખવાથી ૧૮૦૦૦ ગાથા બનાવી શકાય છે. જિજ્ઞાસુઓએ તે જરૂર વાંચવું, કારણ કે તે ઉપગી હોવા સાથે કર્તાની અપૂર્વ વિદ્વત્તા બતાવે છે.
મેક્ષાથી જીવે ઉપર પ્રમાણે વર્તન કરવું જોઈએ. તું નથી કરતે સવાધ્યાય તેમજ નથી રાખતે સમિતિ ગુપ્તિ, વળી નજીવા કારણસર કષાય કરી નાખે છે અને તપસ્યા કરતું નથી, તેમજ પરીષહ ઉપસર્ગ પણ સહન કરતું નથી અને સદરહુ શીલાંગ ધારણ કરતા નથી. તું જાણે છે કે મેક્ષે જવાના ઉપાય તે ઉપર કહ્યું તેમ સક્ઝાય વિગેરે છે, તે પછી તું વાંછે છે મેક્ષ જવાનું અને કાર્ય કરે છે તેની વિરૂ હતાં. આ મોક્ષનગર દૂર છે, ત્યાં પહોંચવા માટે સંસાર સમુદ્રને પાર પામવે જોઈએ; તેને ગ્ય નાવ તે તું તૈયાર રખતે નથી, ત્યારે તું ત્યાં કેવી રીતે જઈશ? તારે યાદ રાખવું કે વેશ માત્રથી મેક્ષ મળતું નથી, વેશાનુસાર કરણી-વર્તન જે.
૧ જીવની બુદ્ધિથી અજીવને મારવાથી તેમજ ઉપકરણાદિકની પડિલેહણ નહિ કરવાથી જે આરંભ થાય તે અજીવ આરંભ કહેવાય છે,