________________
પરિચ્છેદ. યતિશિક્ષાપદેશ-અધિકાર.
પ અથવા રોગચૂર્ણદિ+ તને પ્રાપ્ત થયા હોય વા ઘેર તપસ્યા-માસખમણુદિ તે કરેલ હોય અથવા તે સૂત્ર સિદ્ધાંતનું રહસ્ય પામવા જેટલું તેમજ વિદ્યાદિકનું ગીતાર્થ એગ્ય જ્ઞાન તેં મેળવ્યું હોય અને માન મેળવવાની વાંછા કરતે હેય તે જાણે સમજ્યા (જો કે એવા વિદ્વાન કે તપસ્યાવાન કદિ માન કરતાજ નથી) પણ તું તે શું જોઈને અભિમાન કરે છે? તારામાં એ કયે અસાધારણ ગુણ છે કે તે પ્રસિદ્ધિ મેળવવાની ઈચ્છાથી કર્થના પામી તે મળતી નથી એટલે સંતપ્ત રહ્યા કરે છે. અરે સાધુ! ગુણ તે કસ્તુરી જે છે, તેથી જે એ હોય છે તે પિતાની મેળે ભભુકી ઉઠે છે, માટે નકામાં ફાંફાં મારવાં મૂકી દે અને તારૂં કર્તવ્ય કર. તારામાં લાયકાત હશે તે સ્વાભાવિક રીતે ખ્યાતિ વધશે એ તું નિઃસંશય સમજી રાખજે. ૪
નિર્ગુણ હોય છતાં સ્તુતિની ઈચ્છા રાખે તેનું ફળ. हीनोऽप्यरे भाग्यगुणैर्मुधात्मन् , वाञ्छंस्तवाच धनवाप्नुवंश्च । इयन परेभ्यो लभसेऽतितापमिहापि याता कुगति परत्र ॥५॥
હે આત્મા તું નિપુણ્યક છે છતાં પણ પૂજા વિગેરેની ઈચ્છા રાખે છે અને તે મળતાં નથી ત્યારે બીજા ઉપર દ્વેષ કરે છે. (પણ તેમ કરવાથી) આ ભવમાં બળતરા વહોરી લે છે અને પરભવે કુગતિમાં જવાનું છે.
ગવહનની ક્રિયામાં અમુક વિધિ બને તપસ્યા કરવા પછી પાઠ વાંચવાનો આદેશ મળે છે અને ઉદેશ કહેવામાં આવે છે. એથી વધારે યોગ્યતા થાય ત્યારે ગુરૂ મહારાજ એ પાઠનું પુનરાવર્તન કરવા અને સ્થિર કરવા તથા તે સંબંધમાં શંકા સમાધાન વિગેરેની વાતચીત કરવાની રજા આપે છે એ સમુદેશ એથી પણ વધારે ગ્યતા થાય ત્યારે તેજ પાઠ ભણાવવાની, સંભળાવવાની અને તેને ગમે તે લાયક ઉપયોગ કરવાની રજા આપવામાં આવે તે અનુજ્ઞા. આ ત્રણ બાબત ધ્યાનમાં રાખવા યોગ્ય છે. + ગચૂર્ણ પુદ્ગલની અનંત શક્તિ છે બે વસ્તુના સંગથી અથવા ઘણું વસ્તુના સંગથી
એવા પ્રકારનાં ચૂર્ણો નીપજાવી શકાય છે કે તેથી ધણચમત્કાર બતાવી શકાય. દાખલાતરીકે એ ચૂર્ણ પાણીમાં નાખવાથી માછલાં થઈ જાય, સિંહ થઈ જાય, જળ માર્ગ આપે વિગેરે વિગેરે અનેક આશ્ચર્ય થઈ શકે છે પુલની અનંત શક્તિ છે તે વસ્તુ વિજ્ઞાન શાસ્ત્રના અભ્યાસીને તુરત સમજાઈ જાય તેવું છે. આત્માની અચિંત્ય શક્તિ અને નિલે પપણું યાદ દેવરાવી પિતાના સ્વભાવમાં રમતા કરવા માટે પ્રતિનાયકને ઉદ્દેશીને આ સંબંધન મૂક્યું છે અથવા પ્રતિનાયકને પોતાને ઉદ્દેશીને આ ગ્રંથ વાંચો કે વિચારતા હોય તે તેના શુદ્ધ સ્વરૂપને ઉદ્દેશીને પોતાના આત્માને આવી રીતે કહી શકે તેટલા માટે આ સાધન મૂકવામાં આવ્યું છે.