________________
rannnnnnnn
પરિચ્છેદ.
ગુણ પ્રશંસા-અધિકાર. કોઈ ગામડીઆ ખેડૂતને રસ્તામાં પડેલું એક સાચું મતી જડ્યું, તેણે તે મોતીને હાથમાં લઈ જોયું ત્યારે વિચાર્યું કે, મારા જવના ક્ષેત્રમાં આવા ઘણા જવ છે, તે આ એકજ શા કામનું?” આ પ્રમાણે મનમાં વિચારી તે ખેડૂતે તે સાચું મોતી નાંખી દીધું અને પિતે ત્યાંથી ચાલતું થયું. આ ઉપરથી સમજવાનું કે, જેમ તે ખેડૂત સાચા મોતીના મૂલ્યને પિતે પણ જાણી શકે નહિ તેમ અજ્ઞાન માણસે વિદ્વાને પુરૂષોને જાણી શક્તા નથી. ૩
કોઈ કોઈ વાર એવું બને છે કે મહાન પુરૂષની પ્રભામાં અભવિ આત્માને ગ્લાનિ જણાય છે. અને તેથી તેવા ભવિ જીવેથી વિમુખ રહેવા માગે છે અને પિતાનું જ સારૂં” તેવા વિચારમાં પારકા ઉત્તમ વિચારોને તપાસવામાં પણ હાનિ સમજે છે, ખરૂં કહીએ તે આ તેમની એકપક્ષીય અંધભાવના છે. તવ જાણનારે તે સર્વ દિશામાંથી સંશોધન કરી સારૂં શોધી કાઢીને “સારૂં હોય તે મારૂં” કરી લેવું જોઈએ છે. દરેકને દરેક બાબતમાં વિચાર કરવાને હક્ક છે અને તે હક્ક લુંટી લે છે અન્યાય છે. તેથી સાધુ પુરૂ તેવી લુંટ કદી પણ ચલાવતા નથી. પરંતુ સર્વમાંથી તત્વ તપાસી શ્રેષ્ઠ વસ્તુ સ્વીકારે છે. અને બીજાની નીંદા કરતા નથી, પણ ઉપેક્ષા કરે છે તથા તેના પ્રત્યે અને તેમના એકટષ્ટિ ભાવ પ્રત્યે દયાની દષ્ટિથી જુએ છે. આટલું છતાં પોતાના ઝાંખા પ્રકાશને જાહેરમાં લાવવાને દૂર રહેવા ઇરછે છે.
महति गते हानिर्न महताम् (મહાન પુરૂ ચાલ્યા જવાથી તેવા પુરૂષને કાંઈ હાનિ થતી નથી,
પણ બીજાને જ નુકશાન થાય છે.) કેમકે –
यत्रापि कुत्रापि भवन्ति हंसा हंसा महीमण्डलमण्डनानि ।
हानिस्तु तेषां हि सरोवराणां, येषां मरालैः सह विप्रयोगः ॥१॥ હસો ગમે ત્યાં હોય ત્યાં તેઓ પૃથ્વી મંડળમાં આભૂષણ રૂપ થાય છે. પરંતુ જે સરોવરોને તે હંસને વિગ થાય છે તે સરોવરને જ હાનિ થવાની. અર્થાત હસો ગમે ત્યાં જશે ત્યાં તે શભા રૂપ થશે; પણ જે સરોવરમાંથી ચાલ્યા જશે, તે સરોવરની શોભા ઘટશે. તેથી સવને હાનિ છે, હસોને નથી. તેવી રીતે જેમની પાસેથી સજજન પુરૂષ ચાલ્યા જશે, તેઓને હાનિ થશે, સજજન પુરૂષોને તે કાંઈ પણ હાનિ થશે નહીં. ૧ *
*૧ થી ૩ સુભાષિત રત્ન ભાંડાગાર,