________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ,
ચતુર્થ હતુઓ અનુકૂળ રહે એવા સ્થાનમાં પિતે હમેશાં રહે છે, અને સ્વચ્છ વસ્ત્રવાળાં ગાદલાઓમાં શયન કરે છે, અને સુન્દર ગાદી તકીયા વિગેરેથી સુશોભિત આસનમાં બેસે છે. (તથા સાંસારિક કાર્યોને) આરંભ, ધનાદિ) પરિગ્રહ, સાંસારિક) વિષયે, અદેખાઈ અને અનેક કામનાઓ વાળા, અને સાધુના મિષથી કામી, ઘેળાં વસ્ત્ર ધારણ કરનારા, આ કુસાધુએ વ્રત ચર્ચાને ડોળ કરી રહ્યા છે એ મહા ખેદની વાત છે. '
તેવા યતિ, ધર્મના સર્વ રીતે શત્રુ છે. इत्याधुद्धतसोपहासवचसः स्युः प्रेक्ष्य लोकाः स्थिति, श्रुत्वान्येऽभिमुखा अपि श्रुतपथाद्वैमुख्यमातन्वते । मिथ्योक्त्यासुदृशोऽपि बिज्रति मनःसन्देहदोलाचलं,
येषान्ते ननु सर्वथा जिनपथप्रत्यर्थिनोऽमी ततः ॥४५॥ ઈત્યાદિ (પૂર્વ લેકમાં કહેલી કે જે યતિને માટે નિષિદ્ધ છે) તેને જોઈને લેક ઉદ્ધતપણાથી અનેક હાસ્ય વચને કહે છે. અને બીજા (ધમ સેવકે) તેનાથી સન્મુખ છે (ભક્તિવાળા છે) તેઓ પણ કાનના માર્ગથી સાંભળીને વિમુખ બને છે અર્થાત તેને પૂજ્ય તરીકે માનતા નથી. અને જેઓના મિથ્યા ભાષણથી શુદ્ધ નજરવાળા (પવિત્ર પુરૂષ) પણ સંદેહના હીંચકામાં ચલાયમાન થાય છે (તેનું કારણ દર્શાવે છે કે, આ કુસાધુઓ નકકી બધી રીતે જૈન પથ (ધર્મ) ના શત્રુઓ છે તેથી આમ બધું બને છે. ૪૫
તેઓનાં દુર્લક્ષણેનું વિશેષ સ્પષ્ટીકરણ, भिक्षा सूतकमन्दिरे भगवतां पूजा मलिन्या स्त्रिया, हीनानां परमेष्ठिसंस्तवविधेर्यच्छिक्षणं दीक्षणम् । जैनेन्द्रपतिमाविधापनमहो तल्लोकलोकोत्तर
व्यावृत्तेरथहेतुमप्यधिषणाः श्रेयस्तया चक्षते ॥४६॥ સૂતકીને ઘેર ભિક્ષા કરવી, તથા મલિન સ્ત્રી પાસે ભગવાનની પૂજા કરાવવી, હીન જાતિવાળાંએને પરમેષ્ટિ ભગવાનના સ્તવન વિધિનું શિક્ષણ આપવું, અને દીક્ષા આપવી, અને જેનેન્દ્ર ભગવાનની પ્રતિમાનું વિધિ વિધાન તેવા હીન જાતિવાળ પાસે કરાવવું, આ બધું લેક તથા લકત્તર સમાજમાં નિષેધના કારણ રૂપ કહેલ છે તે પણ આ બધાં વિધાનને પામર ગુરૂઓ શ્રેયપણથી જણાવે છે અર્થાત્ આમાં ધર્મ છે એમ માની સમજાવે છે–કરાવે છે. ૪૬ '". તથા—