________________
૨૪ર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
ચતુર્થ હોય છે. જે લેકે ગિલા દેવીની યાત્રા કરી આવે છે તેઓ યાત્રાના ચિન્ડ તરીકે એ લાલ દાણાની કઠી ગળામાં બાંધે છે કે જે “મરાના નામથી ઓળખાય છે. આજકાલે જે ગિરિ, પુરી અને ભારતી આદિ દશનામીઓમાંના અંતે ભ્રષ્ટ તતે ભ્રષ્ટ થએલા સાધુ છે, તેઓ સર્વ વામમાર્ગી અને કાંચળીયા પંથનાજ છે અને સર્વ દુરાચારમાં અગ્રેસર છે એમ કહેતાં અતિશય ખેદ ઉત્પન્ન થાય છે.
કસાધુ ને બોધ, જ વિશ્વાસ રાખી શરણે આવેલાને છેહ દેવે, તેના જેવું એકે પાપ નથી તે તે બળે સુતેલાનું માથું કાપવા જેવું જુલમી છે. ભલા ભલા બુદ્ધિશાળી લેકે પણ ધર્મના બહાને વિશ્વાસ કરે છે, તેવા ધર્મના અથી જનેને સ્વાર્થ અંધ બની ધર્મના બહાનેજ ઠગવા એ મહા અન્યાય છે પોતામાં પિલપલા છતાં ગુણી ગુરૂને આડંબર રચી પાપી એવા વિષયાદિ પ્રમાદના પરવશપણાથી મુગ્ધ લેકોને ઠગવા તેના જે એકે વિશ્વાસઘાત નથી. ભેળા ભક્ત જાણે છે કે, આપણે ગુરૂની ભકિત કરી ગુરૂનું શરણુ લહી, આ ભવજળ તરી જવાના. ત્યારે પથ્થરની નાવ પેઠે અનેક દેથી દૂષિત છતાં મિથ્યા મહત્વને ઇચ્છનારા દંભી કુગુરૂએ પિતાને અને પરીક્ષા રહિત અંધ પ્રવૃત્તિ કરનાર પિતાના મુગ્ધ આશ્રિતને ભવ સમુદ્રમાં જ બૂડાડે છે, આમ સ્વ–પરને મહા દુઃખ ઉપાધિમાં હાથે કરીને નાંખે છે. જેનાં મહા કટક ફળ તે ધર્મ ઠગોને આ સંસાર ચકમાં ફરતાં વિશેષ વેઠવાં પડે છે. આ માટે જ શ્રી સર્વ દેવે ધર્મગુરૂને રહેણી કહેણું એક સરખી રાખી નિભાણેજ વર્તવા ફરમાવ્યું છે. આપણે પ્રકટ જોઈ શકીએ છીએ કે કેટલાક કુમતિના પાશમાં પડેલા અને વિષય વાસનાથી ભરેલા છતાં, ધર્મગુરૂને ડેળ ઘાલી કેવળ પિતાને તુચ્છ સ્વાર્થ સાધવા અનેક પ્રપંચ રચી, અને અનેક કુતર્કો કરી સત્ય, અને હિતકર સર્વજ્ઞ ઉપદેશને પણ ગોપવે છે. આમ પતે ધર્મગુરૂજ ધર્મ ઠગપણું આદરી મુગ્ધ મૃગલાં જેવા કેવળ કાનના રસીયા અને આંખ મીંચીને હાજહાજ કરનારા વાશ્રિત ભેળા ભતાને સ્વપરનું પ્રગટપણે બગાડે છે, તે વિવેકી હસે કેમ સહન કરી શકે? દિન દિનપ્રતિ તે પાપી ચે૫ પ્રસરી દુનિયાને પાયમાલ કરે છે. તેથી તે ઉપેક્ષા કરવા ગ્ય નથી જ. જગત્ માત્રને હિત શિક્ષા આપવાને બંધાયેલા દિક્ષિત સાધુઓ જેઓ સર્વજ્ઞ પ્રભુની પવિત્ર આજ્ઞા-વચનેને ઉરમાં ધારી રાખનારા, અને કપટ રહિતપણે તવત વર્તવા સ્વશકિત કુરાવનારા અને સર્વ લેભ લાલચને પરિહરિ જન્મ મરણના દુઃખથી ડરી લેશ માત્ર પણ વીતરાગ વચનને નહિ ગેપવતાં શ્રી સર્વજ્ઞ આજ્ઞાને પૂર્ણ પ્રેમથી આરાધવા ખપ કર્યા કરે છે, તેઓજ ધર્મગુરૂના નામને સાચું કરી બતાવવા સમર્થ થઈ શકે છે. તેવા સિંહ કિશેરેજ સાચા સર્વજ્ઞ પુત્ર
* જૈન હિતધ.