________________
પરિચ્છેદ
કસાથુ-અધિકાર सर्वाकृत्यकृतोऽपि कष्टमधुनात्याश्चर्यराजाश्रिताः,
स्थित्वा सन्मुनिमूर्धसूद्धतधितस्तुष्यन्ति पुष्यन्ति च ॥४॥ સર્વ સ્થાનમાં જતાં પાંચ પ્રકારના સંયમોને નહીં રક્ષણ કરનારા, (શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગબ્ધ રૂપી) તે તે પિત પિતાના વિષયમાં સર્વ ઈન્દ્રિઓને આસક્ત રાખનારા, વધી પડેલા ગેરવથી (મહેટાઈથી) જીવને દંડ કરાવનાર એવા પાપી મન-વચન-કાયા રૂપી ઘોડાએ જેના નિયમમાં નથી એવા અને કષાય. (ધ-માન-માયા-લોભ) રૂપી સર્પોનું પિષણ કરનારા, સર્વ અકૃત્યો (ન કરવાનાં કાર્યો) ને કરનારા, (વસ્તુતાએ આવા છે) પણ ખેદથી કહેવું પડે છે કે હમણાં આશ્ચર્ય સહિત રાજાઓના આશ્રિત બની ઉદ્ધત બુદ્ધિવાળા આ કુસાધુએ શ્રેષ્ઠ મુ. નિઓના મસ્તક ઉપર ઉભા રહી પ્રસન્ન થાય છે અને પુષ્ટ બને છે. ૪૨
ગૃહસ્થ કરતાં પણ તેવા યતિઓની હીનતા. सर्वारम्भपरिग्रहस्य गृहिणोऽप्येकाशनाघेकदा, प्रत्याख्यायनरक्षतो हदि भवेत्तीत्रानुतापस्सदा । षट्कृत्वत्रिविधंत्रिधेत्यनुदिनं प्रोच्यापि भञ्जन्ति ये
तेषां तु क तपः क सत्यवचन क ज्ञानिता क व्रतम् ॥४॥ બધા ધનગૃહ વિગેરે પરિગ્રહવાળા ગૃહસ્થને પણ “હું એક વખત ભોજન કરીશ અર્થાત એકાસણા આદિ કરીશ” એમ પ્રતિજ્ઞા કરીને તે પ્રતિજ્ઞા પ્રમાદથી પાળી ન શકાય તે હદયમાં હમેશાં ઘણે પરિતાપ-ખેદ થાય છે કે મેં પ્રતિજ્ઞાને ભંગ કર્યો. ત્યારે જે યતિઓ હમેશાં પ્રાતઃ અને સાયંકાળે કાયિક, વાચિક અને માનસિક અને તે કરવું, કરાવવું અને અનુમોદન આપવું એમ ત્રિવિધે-ત્રિવિધે પચ્ચખાણ કરે છે તે પણ તે પ્રતિજ્ઞાને ભંગ કરે છે તેઓનું તપ ક્યાં? સત્ય વચન ક્યાં? જ્ઞાનિપણું ક્યાં ? અને ત્રત ક્યાં ? ૪૩
ધર્મના નામે કુસાધુની ધૂર્તતા. देवार्थव्ययतो यथारुचि कृते सर्वतुरम्ये मठे, नित्यस्थाः शुचिपट्टतूलिशयनाः सद्गब्दिकाद्यासनाः । सारम्भाः सपरिग्रहाः सविषयाः सेाः सकाङ्काः सदा,
साधुव्याजविटा अहो सितपटाः कष्टं चरन्ति व्रतम् ॥४४॥ દેવ ભગવાન (જિનમંદિર)ને માટે વ્યય (ખર્ચના) બહાનાથી તે પોતાની મરજી મુજબ સુન્દર આશ્રમ (કપાયાદિ) બનાવે છે કે જેમાં શીત ઉષ્ણ વર્ષ વિગેરે બધી