________________
૧૯૪
વ્યાખ્યાન સાહિત્ય સ’ગ્રહ.
આ હકીકત માટે એક અન્યાકિત છે કેवसन्ततिलका. ( ૨-૩ )
अस्मान् विचित्रवपुषस्तव पृष्ठलग्नान्, कस्माद्विमुञ्चति भवान् यदि वा विमुञ्च । रे नीलकण्ठ गुरुहानिरियं तवैव, मौलौ
पुनः क्षितिभृतो भविता स्थितिर्नः ॥ २ ॥
પીંછાંને છેડી દેનાર મયૂરને તેના પિછાં કહે છે. “ હું મયૂર, વિચિત્રરંગ એર’ગી સ્વરૂપવાળાં અમે તારા પૃષ્ઠ ભાગે વળગ્યાં છીએ, છતાં અમેાને તુ શામાટે છેડી દે છે ? અથવા તુ ભલે છેડી દે, તેથી કાંઈ અમારે હાનિ થવાની નથી પરંતુ તેથી તને પેાતાને માટી હાનિ થવાની છે. અમારી સ્થિતિ તે રાજાના મુગટ ઉપર થશે. આ ઊપરથી સમજવાનુ' કે જે સજ્જનના સહવાસ છેડી દે છે, તેને જ માટી હાનિ થાય છે, કારણકે સજ્જનને તે જ્યાં જશે ત્યાં માન મળશે જ. ૨ ઉપર કહેલા આશય ઉપર ગજેંદ્રની ખીજી અન્યાકિત છે કે
दानार्थिनो मधुकरा यदि कर्णतालैदुरीकृताः कश्विरेण मदान्धबुद्ध्या । तस्यैव गण्डयुगमण्डनहानिरेषा, મૂળાઃ પુનર્વિષપદ્મયને અન્તિ । ૨ ।।
તૃતીય
મદાંધ બુદ્ધિવાળા ગજેન્દ્રે દાન ( મદ ) ના અર્થી એવા ભમરાએને પોતાના કણું તાળથી દૂર કરી દીધા, તેથી તે ગજેદ્રને પેાતાના અને ગંડસ્થળની શેાભામાં હાનિ થઇ છે. ભમરાઓને કાંઇપણ હાનિ થઈ નથી, કારણ તે ભ્રમરાએ તે વિકાશ પામેલા કમળાના વનમાં વિચરશે, તે ઉપરથી સમજવાનુ` કે, જે મત્તુથી દાનની ઈચ્છા કરનારા ઉત્તમ પાત્રાને વિમુખ કરે—પાછા વાળે છે, તેથી તે પાછા વાળનારને અપકીર્તિ થવાથી હાનિ થાય છે, જે પાત્ર છે, તેમને તે ખીજે સ્થળે પણ દાન માન મળશે. ૩
વળી તે ઉપર શેલડી અને ગધેડાના પ્રસ`ગ એવા છે કે
મનહર છંદ.
શેલડી કહે છે સુણ ગવ આ સાકરને,
શું થયું એ તારા જેવા આદર ન આપશે;