________________
૧૮૦
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
ગુણથી ૪૫ણું છે. न हि जन्मनि ज्येष्ठत्वं, ज्येष्ठत्वं गुण उच्यते ।
गुणाद्गुरुत्वमायाति, दधि दुग्धं घृतं यथा ॥३॥ નક્કી જન્મમાં (એટલે પ્રથમ જન્મ થવામાં) મહટાપણું નથી પરંતુ ગુણ તે જ મહટાપણું છે, કારણ કે ઉત્તરોત્તર ગુણ-સંપાદન કરવાથી દુધ, દહિં, વૃત (ઘી) હેટાઈને પ્રાપ્ત કરે છે. ૩
ગુણમાં કુળનું કારણ નથી किं कुलेनोपदिष्टेन, शीलमेवात्र कारणम् ।
भवान्त सुतरां स्फीता, सुक्षेत्रे कण्टकिद्रुमाः॥४॥ ઉપદેશવાળું (સુભિત) કુળ હોય તેથી શું? અહીં તે માત્ર સ્વભાવ એજ મુખ્ય બાબત છે, કારણ કે સારા ખેતરમાં (દુઃખ આપનારાં) કાંટાવાળાં વૃક્ષો (બોરડી વિગેરે) ઘણું ઉત્પન્ન થાય છે. અર્થાત્ સારા કુળમાં દુષ્ટ મનુષ્યો પણ ઉત્પન્ન થાય છે એ, ભાવ સમજો ૪ તથા–
___किं कुलेन विशालेन, शीलमेवात्र कारणम् ।
कृमयः किं न जायन्ते, कुसुमेषु सुगन्धिषु ॥५॥ પ્રખ્યાત કુળથી શું ફાયદા) છે? જે વિનયી તે મનુષ્ય સારે. કારણ કે સુગંધીવાળા પુષ્પમાં શું જતુઓ ઉત્પન્ન નથી થતા ? અર્થાત સારા કુળમાં દુર્જન પ થાય છે. ૫ તે પ્રમાણે
यस्य तस्य प्रसूतोऽत्र, गुणवान्पूज्यते नरः।
सुवंशोऽपि धनुर्दण्डो, निर्गुणः किं करिष्यति ।। ६॥ અહિં ગમે તે મનુષ્યને ત્યાં જન્મેલે પુરૂષ ગુણવાન હોય તે તે પૂજાય છે ધનુષને દંડ સારા વંશ (ઉત્તમ વાંસડાના વશે) માં ઉત્પન્ન થયેલ છે. પરંતુ જે તે ગુણ (દેરી-પ્રત્યંચા) રહિત હોય તે શું કરી શકે? અર્થાત્ કાંઈ પણ કરી શકે નહિં ૬ તથા–
विशिष्टकुलजातोऽपि, यः खलः खल एव सः ।
चन्दनादपि सम्भूतो, दहत्येव हुताशनः ॥ ७ ॥ ઉત્તમ કુળમાં જન્મ્યા હોય તે પણ જે ખળ છે તે તે ખળ જ રહે છે ચન્દનના વૃક્ષમાંથી પણ ઉત્પન્ન થયેલા અગ્નિ (પદાર્થને) બાળીને ભસ્મ જ કરે છે એટલે જન્મસ્થાન તે ગુણનું કારણ નથી એ ભાવ છે. ૭ વળી–