________________
द्वितीय परिच्छेद
-કમ-~
જ્ઞાન-ભાવના કે વ્યવહાર વિચારમાં દેવ રતુતિ એ મંગળના હેતુ રૂપ છે. કેમકે દેવ સ્મરણ, પ્રભુ પૂજા, એ માનસિક ભાવનાને નિર્મળ બનાવી શુદ્ધ સરકારે વડે મને બળને સતેજ કરી શકે છે. આ હેતુથી જ ગ્રંથારંભમાં દેવહુતિ કરતાં દેવની ઓળખ કરાવવાને યત્ન કર્યો છે. કેમકે જે પવિત્ર ભાવના દેવમરણ માટે છે તે ભાવનાની સિદ્ધિ તેવાજ પવિત્ર-પૂજ્ય દેવના ધ્યાનથી પ્રાપ્ત થઈ શકે છે. આ અને તેટલાજ માટે સુદેવની ઓળખ આપવા સાથે આત, સિદ્ધ, આદિ પવિત્ર નિરાબાધ દેવેની ઓળખ આપતાં તેમના ગુણ, શક્તિ અને પ્રભાવને દર્શાવવા સાથે તેમની દ્રવ્ય તેમજ ભાવપૂજાનું સ્વરૂપ બતાવવામાં આવેલ છે. આ સ્વરૂપને વિસ્તારથી અને સરલ ભાવથી સમજાવવાનું કાર્ય ગુરૂનું છે. અને તેથી ગુરૂમરણની જરૂરીયાત કેઈ પણ કાર્યમાં તેટલી જ અગત્યની ગણાય છે. દેવમરણ એ જેટલે અંશે મનને નિર્મળ કરે છે તેટલેજ અશે ગુરૂ મનને સરલ અને સમજદાર કરી શકે છે. કઈ પણ વાતચિત, વ્યવહાર, વાંચન કે ધર્માચરણ અથવા જગતના કોઈ પણ વ્યવહારમાં ગુરૂ-દશકની પ્રથમ જરૂર છે. જ્યાં સુધી કઈ વાતને ગુરૂ સન્મુખ મૂકવામાં આવતી નથી ત્યાં સુધી તે સ્પષ્ટ અને સુદૃઢ અસર કરી શકતી નથી. અને તેટલાજ માટે ગુરૂને દીપકની ઉપમા અપાય છે એવા પવિત્ર જ્ઞાનમય મહાત્મા ગુરૂનું આ પ્રસંગે સ્મરણ કરતાં ગુરૂના સ્વરૂપને દર્શાવવાને આ પરિછે. દમાં યત્ન કરવામાં આવ્યું છે.
सुसाधु-अधिकार.
ગુરૂ યાને સાધુની ઓળખ કરવા માટે વ્યવહાર અને આચરણને જાણવા માટે સુગુરૂના લક્ષણ પ્રથમ દર્શાવવામાં આવે છે.