________________
પરિચ્છેદ.
ગુણુપ્રશંસા–અધિકાર.
૧૯૭૫
કુવામાં જો પાણી પીવામાં આવે તે તે નીચી મુખમુદ્રા રાખનાર જ પાણીનું પાન કરી શકે એટલે મુખ નીચું થાય અને વાવા છે તે તુચ્છ એવી સ્ત્રી છે તેથી તેનુ પાણી કેણુ પીએ? અને તળાવમાં પાણો પીવાય તે તે ખગલા અને ટીટોડા નામના (તુચ્છ) પક્ષીઓની સાથે સામાન્યપણું પ્રાપ્ત થાય, અને સમુદ્રનુ` પાણી ક્રૂર (નિય) એવા જલ જતુએથી વીંટાયેલ છે, માટે એમ વિચાર કરતા ખરૈચેા મીનસ’ક્રાતિથી એટલે ચૈત્ર માસથી શરૂ કરી (આખા ચામાસા સુધી) ઊંચી ડાક રાખીને મેઘરાજા પાસે તે પાણીની યાચના કરે છે. ૮
સાનુ તે સાનુ જ છે.
દાહરા.
*સંપ કરી કદી સેા જણા, કહે કનકને તુચ્છ; પણ અતે જુઠા પડે, હેાય હેમ જો સ્વચ્છ, હું
गुणिनां दोषोऽपि वरः
(ગુણી પુરૂષાના દોષ પણ શ્રેષ્ઠ છે. ) वसन्ततिलका.
सद्वंशजस्य परितापनुदः सुवृत्तशुद्धात्मनः सकललोकविभूषणस्य । छिद्रं प्रजातमपि साधुजनस्य दैवान्मुक्तामणेरिव गुणाय भवत्यवश्यम् ॥ १ ॥
ઉત્તમ વશમાં જન્મેલ, બીજાની પીડાને નાશ કરનાર, સારા ચરિત્રથી ( માતીના પક્ષમાં ગાળપણાથી ) શુદ્ધ આત્માવાળા અને સમગ્ર લેાકના ભૂષણરૂપી સાધુપુરૂષને દેવથી માતાની માફક એટલે જેમ ઉપરના ગુણુ ધરાવનાર મુક્તામણિમાં જેમ છિદ્ર પડે છે તેા પણ તે ગુણુ ( અંદર દારા આવવા માટે થાય છે) તેમ દુષણ પ્રાપ્ત થાય તે પણુ તે નક્કી તેના ગુણને માટે જ થાય છે. ૧ +
દલપત્તકાવ્ય ભાગ ૨ જો. * સુભાષિત રત્નભાંડાગાર,