________________
- -
-
-
सुसाधु (निर्भय) अधिकार.
જે નિસ્પૃહ છે, તે સદા નિર્ભય રહી શકે છે, તેથી આ અધિકારની આવશ્યકતા અહીં ઉપસ્થિત થાય છે. - "
આ સંસારના ભયંકર વાસમાંથી મુક્ત થયેલા મુનિ સર્વ પ્રકારે નિર્ણય બને છે. આ લેક તથા પરલકના ભયને ત્યાગ થવાથી મુનિના હૃદયમાં અનુપમ આનંદ પ્રાપ્ત થાય છે અને નિજ સ્વરૂપને પ્રગટાવનાર જ્ઞાનાનંદનું સુખ પ્રાપ્ત કરવાને તે શક્તિમાન થાય છે. તેવી નિર્ભયતા બતાવવા માટે જ આ અધિકારને ઉદેશ છે. પરાપેક્ષાથી રહિત એવા મુનિને નિર્ભયતા પ્રાપ્ત થાય છે. ___ यस्य नास्ति परापेक्षा स्वभावाद्वैतगामिनः ।
तस्य किं न भयभ्रान्तिकान्तिसंतानतानवम् ॥१॥ શબ્દાર્થ– અભેદ સ્વભાવને વિષે પ્રવર્તશીલ જેને પરની અપેક્ષા નથી તેને ભય, શાંતિ અને લાંતિના પ્રવાહની તyતા-ક્ષીણતા શું થતી નથી?
વિવેચન- સ્વકીય નિજ ભાવથી અભેદ ગમનશીલ છે એવા વક્ષ્યમાણ ગુણે કરીને યુક્ત, જેને પર એટલે આત્માથી ભિન્ન પદાર્થોથી દેહ, વિષયાદિથી સુખાદિની આકાંક્ષા નથી, એવાને ભય એટલે ઈહલોકાદિ સાત પ્રકારને ત્રાસ, ક્રાંતિ એટલે વિષયાતિમાં સુખ પ્રાપ્તિ આદિ બ્રમ, અને લાંતિ એટલે સાંસારિક પ્રવર્તનમાં પીડા થાયતે,તેત્રણની પરંપરા-પ્રવાહ તેનીતનુતા-સ્વલ્પતા શું નથી થતી? અર્થાત થાય છે. ભયંકર રૂપ ભવના સુખથી નિભ ય જ્ઞાનનું સુખ વિશેષ છે.
भवसौख्येन किं भूरिभयज्वलनभस्मना ।
सदा भयोज्झितं ज्ञानं सुखमेव विशिष्यते ॥२॥ શબ્દાર્થ—અત્યંત ભયરૂપી અગ્નિની ભસ્મરૂપ સંસાર મુખથી શું? સદા પૂર્વોક્ત ભય જેણે તપે છે એવુ સવથી અધિક સુખ જ્ઞાન જ છે.