________________
ર વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
દ્વિતીય જ્યાં જ્ઞાનદષ્ટિ રૂપી મયૂરી હોય ત્યાં ભયરૂપ સર્પોટકી શકતા નથી.
मयूरी ज्ञानदृष्टिश्चेत् प्रसर्पति मनोवने ।
वेष्टनं भयसर्पाणां न तदानंदचन्दन॥ ५॥ શબ્દાર્થ-મનરૂપી વનમાં જ્ઞાનદષ્ટિ રૂપી મયૂરી વિલાસ કરતે સતે, આનંદ રૂપી ચંદનને વિષે ભય રૂપી સર્પનું વેઇન નથી.
વિવેચન–હે આત્મા, જે મન રૂપી આરામમાં, શુદ્ધ ચૈતન્યના સ્વરૂપની અનુયાથી જ્ઞાનની પરિણતિ રૂપે મયુરીઢેલ-વિલાસ કરે છે. તે, પરમ પ્રમદ રૂ૫ ચંદન વૃક્ષને વિષે પૂર્વોક્ત મય રૂપી નું પછિન થતું ની. ભાવાર્થ એ છે કે, સ્વરૂપ અવિનાશી છે એ નિર્ધાર જેણે કર્યો છે તેને ભયનો અભાવ છે. ચંદન વૃક્ષ સર્પોનું સાધન આશ્રમ સ્થાન-વિહારસ્થાન-છે અને મયૂર મયૂરીને સ્વર સાંસળતાં જ વ ભા ક વૈરને લીધે તે નાશી જાય છે. જ્ઞાન રૂપી કવચ ધરનારને કામે યુદ્ધમાં ભય લાગતો નથી.
कृतमोहास्त्रवैफल्यं ज्ञानवम विभर्ति यः ।
कभीस्तस्य क वा भङ्गः कर्मसङ्गरकेलिषु ॥६॥ શબ્દાર્થ–મેહના શાસ્ત્રનું જેણે વૈફલ્ય કર્યું છે એવા જ્ઞાન રૂ૫ કાચને જે ધારણ કરે છે, તેને કર્મયુદ્ધની ક્રીડામાં ભય કયાંથી હોય, અને પરાજય ક્યાંથી હોય?
વિવેચન-કામ, કેપ, હર્ષ, શેક, અરતિ, અજ્ઞાન, ભય, અને જુગુપ્સાદિ જે મેહનીય કર્મના શસ્ત્ર છે તેને જેણે નિષ્ફળ કર્યા છે-શક્તિ વિનાનાં કરી દીધાં છે અને વપરના જ્ઞાન રૂપી કવચ-બખર–પોતાના શરીર ઉપર ધારણ કર્યું છે–યથાર્થ જ્ઞાન જેને પ્રાપ્ત થયું છે, એવા ગુણવાનને જ્ઞાનાવરણાદિ કર્મોની સાથે થતા યુદ્ધમાં જે દુઃખ, આઘાત રૂપી ક્રીડા કરવી તેમાં શું ભય છે? અથવા પરાજય છે? જ્ઞાનના ઉદયથી સર્વ ભયને નાશ થાય છે જ્ઞાની પુરૂષનું એક રૂવાંડુ પણ ભયરૂપી પવનથી કંપતું નથી,
तूलवबघवो मूढा भ्रमन्त्यभ्रे भयानिलैः
नैकं रोमापि तैनिगरिष्ठानां तु कम्पते ॥ ७ ॥ શબ્દાર્થ–રૂ જેવા હલકા મૂઢ (અજ્ઞાની) ભય રૂપી પવને કરીને ગગનમાં ભમે છે. તે ભયથી જ્ઞાન ગરિષ્ટનું એક રેમ પણ કંપાયમાન થતું નથી.
વિવેચન-અજ્ઞાની પુરૂષ આકડાના રૂની જેમ હલકા છે અને તેથી પૂર્વેકત ભયરૂપી પવને કરીને સકલ લોકાકાશ રૂપી ગગન મંડલમાં વિવિધ જન્મરૂપ એક સ્થાનથી બીજા સ્થાનમાં ભ્રમણ કરે છે. પરંતુ પૂર્વોક્ત જ્ઞાને કરીને જે ગરિષ્ઠ