________________
પરિચ્છેદ
સાધુ સરળતા-અધિકાર. જેમ ચંદનના શરીરને કાપીને ઘસવામાં આવે છે, તે પણ તે પિતાની સુગંધ છેડતું નથી. શેલડીના સાંઠાને યંત્રમાં પીલવામાં આવે છે, તે પણ તે પિતાની મધુરતા છોડતું નથી, અને સુવર્ણને કાપી ટીપી અને તપાવવામાં આવે છે, તે પણ તે પિતાની કાંતિથી ચલિત થતું નથી, તેમ સજજન પુરૂષ દુર્જનથી પીડિત થાય તે પણ તે અન્યથા થતું નથી, એટલે પિતાની સજજનતા તેડતે નથી. ૧૯ વિકારી પદાર્થોને ખાનારા પુરૂષો જે ઇંદ્રિયને નિગ્રહ કરી શકે તે પછી સમુદ્રમાં વિંધ્યાચલ પર્વત તરે, એ વાત સત્ય ગણાય.
शार्दूलविक्रीडित. विश्वामित्रपराशरप्रभृतयो वाताम्बुपर्णाशनाः तेऽपि स्त्रीमुखपङ्कजं सुललितं दृष्ट्वैव मोहं गताः। . शाल्यन्नं सघृतं पयोदधियुतं ये भुञ्जते मानवाः,
તેષામિનિ વિધિધ્યતત્તાના IB || - વિશ્વામિત્ર અને પારાશર વગેરે મુનિઓ પવન, પાણી અને પાંદડા ખાઈને રહેનારા હતા. તે પણ સ્ત્રીના સુંદર મુખ કમળને જોઈને મોહ પામી ગયા હતા, તે પછી જે મનુષ્ય ઘી, દુધ અને દહીં સાથે ઊંચી જાતનું અન્ન ખાનારા છે, તેવાઓ જે ઈદ્રિને નિગ્રહ કરી શકે તે પછી વિધાચલ પર્વત સમુદ્ર ઉપર તરે એ વાત સંભવે. ૨૦
ઉપરના લેકને ઉત્તર આપતાં કવિ કહે છે કે, ઇંદ્રિય નિગ્રહ કરવાની શક્તિ આહારને આધીન નથી પણ મનને
આધીન છે, તેનું દૃષ્ટાંત.
વસન્તતિવ. सिंहो बली द्विरदशोणितमांसभोजी, सम्वत्सरेण कुरुते रतिमेकवारम् । पारावतः खरशिलाकणभक्षणेन, कामी भवत्यनुदिनं वद कोऽत्र हेतुः॥१॥
જે સિંહ બલવાન હાથીઓના રૂધિર અને માંસને ખાનાર છે. તે વર્ષમાં એક વાર વિષય ભાગ કરે છે. અને જે પારેવા પક્ષી રેતીના કઠેર કણનું ભક્ષણું કરે છે, તે પ્રતિદિવસ કામી થાય છે. કહે તેનું શું કારણ? ૨૧
ઉપરના શ્લોકનું જ સમર્થન કરતાં કહે છે કે,