________________
પરિરછેદ
શિષ્યશાર્યોપદેશ-અધિકાર.
૧૮૭
અને અચિનતાને મેં ભંગ કર્યો છે તે તેમને કહે કે તેઓ મહાન જૂઠા છે. (૯) મિશનરીને મહેરબાની કરી પત્ર લખીને પૂછજો કે તેઓએ મારામાં જે અસત વર્તને જોયાં હોય તેની એક વિગતવાર યાદી લખી તમને મોકલાવે, અગર તેને મારા વિષે કેણે કે ખબર આપી છે. તેનાં નામો મોકલાવે, તથા તે ખબર એક ચેસ મનુષ્ય તરફથી સીધી રીતે આવી છે? આમ કરશે તે આખા પ્રશ્નનું એની મેળે નિરાકરણ થઈ જશે. અને આ ઘટાપ એની મેળે ઉડી જશે. મારા વિષે પૂછો તે યાદ રાખજો કે કેઈ મારે મુખત્યાર નથી. હું કેઈના કહેવા પ્રમાણે ચાલવા બંધાયેલ નથી. મારા જીવનનું મિશનઅંતિમ ઉદેશ હું સારી રીતે જાણું છું અરે મારી પાસે ચરિવલીના નિયમ નથી. જેમ હું હિંદનો વતની છું તેમ આખી દુનિયાને વતની છું. તે તે સંબંધે મિથ્યા પ્રલાપ કરવાને નથી... મેં મારાથી બની શકે તેટલી મદદ તમને આપી છે હવે તમને તમારી પોતાની મદદ મળવી જોઈએ. એ કયે દેશ છે કે જેને ખાસ હક મારાપર પહોંચે છે? શું હું કઈ પ્રજાનો વેચાયેલ ગુલામ છું? તમે બેઈમાની નાતિકે ! હવે પછી એ મૂર્ખ, અર્થહીન પ્રલા૫ વધારે વખત કરતા નહિ.
મેં ઘણી વખત રીતે કાર્ય કર્યું છે અને એટલે મારી પાસે પૈસો આવ્યો તે કલક્તા અને મદ્રાસ મોકલાવી આપે છે, અને આ બધું કર્યા પછી શું હું તેઓના કહેવા પ્રમાણે ચાલવા બંધાએલ છું? તમે શરમાતા નથી? શું હું તેઓને કઈ રીતે દેવાદાર છું? તેઓ મારાં વખાણ કરે તેની હું લેશમાત્ર દરકાર કરૂં તેમ છું? અને તેઓ મને નિંદે તેથી શું હું ડરૂં તેમ છું? મારા વ્હાલા પુત્ર! હું કઈ વિલક્ષણ મનુષ્ય છું અને તમે પણ મને હજુ સુધી સમજી શક્યા નથી. તમે તમારું કાર્ય કર્યા જાઓ, જે ન કરી શકે તે બંધ રાખે; પણ મને તમારો મિથ્યા પ્રલાપ કહી સતાવવાનો પ્રયત્ન કરતા નહિ. મારી પીઠ પાછળ રહી સહાય આપનાર મનુષ્યશક્તિ કરતાં મહાન શક્તિ, અથવા પ્રભુને અથવા કેઈદેવને હું જોઈ શકું છું. મારી આખી જીદગી સુધી હું બીજાને મદદ આપતે આ છું જે દેશે મહાનમાં મહાન પુરૂષ–રામકૃષ્ણ પરમ હસને જન્મ આપે છે તે દેશમાં તેનાં કાર્યને સહાય આપવા છેડા રૂપીઆ પણ જેઓ એકઠા કરી શકતા નથી, અને મિથ્યા પ્રલા૫ કરે હોય તે તૈયાર રહે છે, અને જેને માટે તેઓએ કંઈ કર્યું નથી પણ જેણે તેમને માટે બની શકે તેટલું બધું કર્યું છે તેને તું આમ કર, તારે આમજ કરવું જોઈએ ! એમ આદેશ આપી તેને તે પળાવવા માંગે છે! આવી ઉપકાર વગરની-કૃતશ્રી દુનિયા છે.
શું તમે એમ કહેવા ઈચ્છે છે કે જે જ્ઞાતિના દેરમાં દબાયેલા, વહેમી દયાહીન, દાંભિક, નાસ્તિક, બાયલાઓ, કેળવાયેલા હિદુમાં તમને મળી આવે છે તેવા૧૮