________________
પરિચ્છેદ
શિષ્યશપદેશ-અધિકાર
૧૩૫
કૂદકે મારી લેકેને પ્રભુ સન્મુખ લાવે. તમારામાં મારો જુસે પ્રવેશે, તમે ઉગ્ર રીતે હૃદય નિષ્ઠ બને, તમે યુદ્ધ ક્ષેત્ર પર એક વીર તરીકે મૃત્યુ પામે-તેજ સદાની પ્રાર્થના છે જેની બે-વિવેકાનંદ.
તા. ક–અ)-ક-ડા બ-અને બીજા સર્વને એવું કહે કે માવજીભાઈ, કે પેથેભાઈ આપણી તરફેણમાં કે વિરૂદ્ધમાં જે કહે તે પર બીલકુલ માન્યતા તેઓ રાખે નહિ, પરંતુ કાર્ય ઉપર પિતાની સર્વ શક્તિને એકાગ્ર-એકત્રિક કરે, વિવેકાનંદ
વિશેષ એક વાત એ કહેવાની કે સર્વના દાસ બને અને કોઈને કાબુમાં રાખવાની તલમાત્ર પણ કશશ ન કરે. તેમ કરશે તે અદેખાઈ ઉત્પન્ન થશે અને સર્વ ભાંગી પડશેકૂચ કરે. અત્યાર સુધીમાં તમે આશ્ચર્યકારક રીતે સારું કર્યું છે. મારા પુત્ર! તું આત્માવલંબી, વફાદાર અને સહન શીલ બન. આપણે બધું સાધી શકીશું. મારા બીજા મિત્રો સાથે શત્રુભાવ રાખીશ નહિ–વાદવિવાદ કરીશ નહિ. સર્વની સાથે સંપથી રહેજે. સર્વને મારા શાશ્વત પ્રેમ સાથે. આપને સદાને આશીર્વાદ સહ-વિવેકાનંદ
તા.ક. જે તમે નેતા તરીકે આગળ વધશે તે તમને સહાય આપવા કઈ આવશે નહિ. પ્રથમ તે અહંભાવનું નિકંદન કરો, ત્યાર પછી જ વિજયની ધારણા સંપૂર્ણ પાર પડશે–તમારા પ્રત્યે સદાને માટે પ્રેમસહ વર્તમાન, તમારે હદયનિષ્ઠ—વિવેકાનંદ
તમોને (અન્ને) મારે કહેવું જોઈએ કે તમારો બચાવ તમારે જાતે જ કરવા ને છે. સાવ બાળક પેઠે શા માટે વર્તો છો? તમારા ધર્મ પર કેઈ આક્ષેપ કરે તે શા માટે તમે તેની પાસે બચાવ કરી શકતા નથી? મારા વિષે પૂછો તે તમારે કોઈ પણ જાતની ભીતિ રાખવાની નથી. અહીં મારા શત્રુઓ છે, તેના કરતાં મિત્રો વધારે છે, અને આ દેશમાં ત્રીજો ભાગ ખ્રિસ્તીઓ છે, અને શિક્ષિત વર્ગમાંથી તે ઘણી જ જુજ સંખ્યા ખ્રિસ્તી મિશનરીઓ માટે પરવા રાખે છે. બીજું વળી એ છે કે જે વસ્તુ સામે મિશનરીઓ અભાવ બતાવે છે, તે જ વસ્તુ એષણીય હેવી જોઈએ, એમ શિક્ષિત વર્ગ માને છે. તે મિશનરીઓની આગળની સત્તા હવે અહીંથી ગઈ છે. અને દિવસે દિવસે નાબુદ થતી જાય છે. તેઓના કરેલા આક્ષેપથી તમને દુઃખ થતુ હોય તે શા માટે જક્કી બાલકની પેઠે તમે વર્તે છે, અને તે વાત મને ભળાવે છે અને પૂછે છે? બાયલાપણું રાખવું એ સદ્દગુણ નથી.
- અહી મને અનુસરનાર ઘણું પ્રતિષ્ઠિત પુરૂષે કયારના થઈ ચૂકયા છે. બીજે વરસે હું એવી વ્યવસ્થા કરનાર છું કે તેને કાર્યગત શ્રેણી પર મૂકી આપીશ અને પછી આપણું કાર્ય ચાલુ થયાં જશે, અને જ્યારે હું હિંદમાં આવવા અહીંથી ઉપડિશ ત્યારે અહીં એવા મિત્રે રહેશે કે જે મને અવલંબન આપતા રહી હિંદમાં