________________
૧૭.
પરિચ્છેદ.
ગુણ પ્રશંસા-અધિકાર. .. गुणवान् सुचिरस्थायी, दैवेनापि न सह्यते. (ગુણવાન પુરૂષ લાંબા વખત સુધી એક સ્થાનમાં ટકે તે દૈવથી સહન
કરી શકાતું નથી.)
अनुष्टुप् गुणवान् सुचिरस्थायी, दैवेनापि न सह्यते ।
तिष्ठत्येकां निशां चन्द्रः, श्रीमान् सम्पूर्णमण्डलः ॥ १ ॥ ગુણવાન પુરૂષ વધારે વખત ટકે તે દેવથી પણ સહન કરી શકાતું નથી. કારકે સંપૂર્ણ મંડળવાળો ચન્દ્રમાં એક રાત્રિ જ શોભાયુક્ત રહી શકે છે (એટલે બીજે દિવસેથી તેની કાન્તિ ક્ષીણ થતી જાય છે એ પ્રકાર ગુણ પુરૂષ તરફ જાણું લે. ૧
गुणा गुणज्ञेषु गुणी भवन्ति. (ગુણવાન પુરૂષમાં ગુણે ગુણરૂપ થાય છે.)
उपजाति. गुणा गुणज्ञेषु गुणीभवन्ति, ते निर्गुणं प्राप्य भवन्ति दोषाः।.. सुस्वादुतोयाः प्रवहन्ति नद्यः, समुद्रमासाद्य भवन्त्यपेयाः॥१॥
ગુણે ગુણને જાણનારાઓને પામીને ગુણ બને છે. અને તેજ ગુણે નિર્ગણને પ્રાપ્ત થઈને દોષરૂપ બને છે. જેમ નદીઓ ઘણું જ સ્વાદવાળાં જળવાળી છે. પરંતુ તેજ જ્યારે મહા સમુદ્રમાં મળે છે, ત્યારે તેનું જળ પીવા જેવું રહેતું નથી.૧ +
અનુષ્ય ( ૨-૩) ગુણગ્રાહી વિના ગુણીને સંકટ, गुणिनोऽपि हि सीदन्ति, गुणग्राही न चेदिह । . ..
सगुणः पूर्णकुम्भोऽपि, कूप एव निमज्जति ॥५॥ આ ઠેકાણે જે કઈ ગુણને ગ્રહણ કરનાર હેય નહિ તે ગુણવાન માણસે પણ બેસી રહે છે. ગુણ (દરડા) સાહત એ પૂર્ણ કુંભ હોય તે પણ તેને કુવામાંથી કહાડવાને કે મનુષ્ય ન હોય તે તે કુવામાં જ ડુબેલો રહે છે. ૨ ગુણું પુરૂષોના ગુણેની અપૂજાનું દુઃખ જણાવે છે.
गुणा यत्र न पूज्यन्ते, का तत्र गुणिनां गतिः।
ननक्षपणकग्रामे, रजकः किं करिष्यति ॥ ३ ॥ + ૧-૨ સુભાષિત રત્નભાંડાગાર.