________________
પદિ ગુરૂસ્વરૂપ-અધિકાર
૧૦૫ જેઓ શુદ્ધ એષણ સમિતિ સહિત છે. તેઓ જ ગુરૂ
થવાને યોગ્ય છે. स्वतो मनोवचनशरीरनिर्मितं, समाशयाः कटुकरसादिकेषु ये। न भुञ्जते परमसुखैषिणोऽशनं, मुनीश्वरा मम गुरवो भवन्तु ते ॥ १॥
પરમ સુખ-મોક્ષ સુખની ઈચ્છા રાખનારા જે ગુરૂઓ કટુ અને મધુર રસ વગેરેમાં સમાન દષ્ટિવાળા થઈ પિતાના ઉદ્દેશથી મન, વચન અને કાયાથી નિર્મિત એવું અશન (ભજન) લેતા નથી, તેવા મુનિએ મારા ગુરૂ થાઓ. ૧૨ ભડપકરણાદિ નિક્ષેપણ સમિતિ સહિત સર્વ પ્રાણી ઉપર દયાળુ એવા ગુરૂઓ જ જન્મ જરા
અને મૃત્યુને કંપાવનાર છે. शनैः पुरा विकृतिपुरस्सरं च ये, विमाक्षणग्रहणविधि वितन्वते । कृपापरा जगति समस्तदेहिनां, धुनन्ति ते जननजराविपर्ययान् ॥१३॥
જેઓ પ્રથમ હળવે હળવે વિકૃતિ (યન) પૂર્વક ભંડઉપકરણાદિ ક્ષણ અને ગ્રહણને વિધિ કરે છે અને જે જગના સર્વ પ્રાણીઓની ઉપર દયાવાળા છે, તેવા ગુરૂઓ જન્મ, જરા અને મૃત્યુને કંપાવે છે. ૧૩ શુદ્ધ પરિઝાપનિકા સમિતિ જાણનારા મુનિઓ જ ગુરૂ
ન થવાને યોગ્ય છે. सविस्तरे धरणितलेऽविरोधके, निरीक्ष्यते परजनताविनाकृते । त्यजन्ति ये तनुमलमङ्गिवर्जिते, यतीश्वरा मम गुरवो भवन्तु ते ॥१४॥
વિસ્તારવાળી, અવિરોધી, અન્ય જનથી રહિત, (અથવા અન્યની માલિકી વિનાને પ્રદેશ) અને નિર્જીવ એવી ભૂમિ ઉપર નિરીક્ષણ કરીને જેઓ મલયાગ કરે છે, તેવા યતીશ્વરો મારા ગુરૂ થાઓ. ૧૪ જેઓ વૈર્યના બળથી ઇંદ્રિયરૂપી શત્રુઓને જીતનારા છે, તેવા
ગુરૂએ જ હર્ષ આપનારા થાય છે. शरीरिणाममुखशतस्य कारणं, तपोदयाशमगुणशीलनाशनम् । जयन्ति ये धृतिबलतोऽक्षवैरिणं, भवन्तु ते यतिषमा मुदे मम ॥ १५॥
પ્રાણિઓને સૈકડો દુઃખનું કારણ રૂપ અને તપ, દયા, શમ, ગુણ અને શીળને નાશ કરનાર ઇકિય રૂપી શત્રુને જેઓ વૈર્યના બળથી જીતી લે છે તે
૧૪.