________________
પરિચ્છેદ આત્મજ્ઞાન-અધિકાર,
૧૦e અને ત્યાંનું વર્ણન કરે તે ઉપરથી આપણા મનમાં ન્યુયોર્ક વિષે ઘણેજ સારે ખ્યાલ આવી શકે છે, તેવી જ રીતે જે માણસે પુસ્તકેદ્વારા આત્માના સામર્ચે વિગેરેનું માત્ર પિપટીયું જ્ઞાન પ્રાપ્ત કરી આપણને આત્માને ઉપદેશ આપે તેથી શું આપણને આત્મજ્ઞાન થવાનું? કદીજ નહિ ત્યારે જેમને આત્મ સાક્ષાત્કાર થયેલ છે તેવા સદ્દગુરૂદ્વારા ઉપદેશને ગ્રહણ કરવાથી અવશ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે.
કેઈપણ ગામને રસ્તે જેણે દીઠે હોય તેને આપણે માર્ગ પૂછીએ કે ફલાણું ગામનો માર્ગ કયાં થઈને છે અને તે આપણને ત્યાં જવાને જે સરળ રસ્તે બતાવે છે તે રીતે કેઈ અજાયે મનુષ્ય બતાવી શકે? નહિ જ. તેજ પ્રમાણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં પણ જેમને આત્મ સાક્ષાત્કાર થયેલ છે તેવા સદગુરૂને પૂછવાથી અને તેમણે બતાવેલા માર્ગે પ્રયાણ કરવાથી આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે. માટે આત્મજ્ઞાન મેળવવા માટે વિવેકી મનુષ્યએ સદગુરૂ કરવામાં પણ બહુ સાવચેતી રાખવાની જરૂર છે.
ગુરૂ મુખથી કરેલા શ્રવણ, મનન, અને નિદિધ્યાસનથી જ આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે કારણ કે આત્મા સૂક્ષમતર પદાર્થોથી પણ અતિ સૂક્ષમ છે, માટે તે દુર્વિય કહેવાય છે અને કાંઈ તર્ક કરવાથી પ્રાપ્ત થતું નથી. પરંતુ ગુરૂ ઉપદિષ્ટ માર્ગે પ્રયાણ કરવાથી જ પ્રાપ્ત થાય છે, આત્મજ્ઞાન માટે સદગુરૂએ કરેલા ઉપદેશ ઉપરાંત આપણે પણ અશુદ્ધ વિચારે–તર્કોને છેદન માટે પણ નાના પ્રકારની યુક્તિઓથી આત્મજ્ઞાન થવાને માટે હંમેશાં પ્રયત્ન કરવાની જરૂર છે. સદગુરૂ બંધિત ઉપદે. શનું નિરંતર રટણ કરવાથી આત્મ સાક્ષાત્કાર થાય છે. જેઓ શાસ્ત્ર અને ગુરૂના ઉપદેશ ઉપર શ્રદ્ધા રાખી પ્રયત્ન કરતા નથી તેમને આત્મજ્ઞાન થતું નથી પણ જેઓ શાસ્ત્ર અને ગુરૂના વચનેમાં અવિશ્વાસવાળા હેઈ મિથ્યા તર્ક વિતર્ક કરવાનું મુકી દઈ ઉપદિષ્ટ સાઘને દ્વારા હમેશાં પ્રયત્ન કરે છે તેજ આત્મજ્ઞાનને મેળવે છે. ( શ્રદ્ધા અને વિશ્વાસ સિવાય આત્મજ્ઞાન ઉત્પન્ન થતું નથી કારણ કે આત્મા
અનુભવને વિષય છે, તર્ક વિતરને નહીં. અને તેથી તેનું જ્ઞાન મેળવવાને માટે તર્ક વિતર્ક કરી શાસ્ત્રમાં કે ગુરૂના વચનમાં વિશ્વાસ ધરવાની જરૂર નથી પણ માત્ર તેમના વચનેમાં શ્રદ્ધા રાખી ઉપદિષ્ટ માર્ગે પ્રયાણ કરી અનુભવમાં ઉતારી ખાત્રી
કરવાની જરૂર છે.
આ પ્રમાણે કહી આત્માજ્ઞાન અધિકાર પૂર્ણ કરવામાં આવે છે.