________________
પરિચ્છેદ સુસાધુ-(તત્વદષ્ટિ) અધિકાર
૫ શબ્દાર્થ—જે બાહ્ય દષ્ટિ છે તે ભ્રમની વાડી છે, અને તેનું અવલોકન મની છાયા છે. જે અબ્રાંત, તત્વ દષ્ટિવાના છે તે તેમાં સુખની ઇચ્છાથી શયન કરતું નથી.
વિવેચન–જેની દષ્ટિ અનાત્મીય છે, શરીર કુટુંબાદિ પદાર્થો પિતાના છે એમ જે જુએ છે, તે દષ્ટિ, ભ્રમ એટલે મિથ્યાજ્ઞાન અથવા ચિત્તની બ્રાંતિ, તેની વાટિકા-નિવાસ ભૂમિ-જાણવી. તે દષ્ટિનું વિલકન પૂર્વોક્ત ભ્રમની છાયાનું પ્રતિબિંબ છે. એવી પરમાર્થદશી દષ્ટિ સુખની આશાએ કરીને તે જમ ભૂમિમાં અથવા તેની છાયામાં શયન કરતી નથી. શ્રમ પ્રાપ્ત કરતી નથી, સર્વ નિભ્રંત જ , જુએ છે. અર્થાત્ ભયને આશ્રય તત્વ દષ્ટિ કરે નહીં. બાહ્ય દષ્ટિ મેહને માટે થાય છે અને આંતર દષ્ટિ
વૈરાગ્યને માટે થાય છે. ग्रामारामादिमोहाय यद् दृष्टं बाह्यया दृशा ।
तत्वदृष्टया तदेवातीतं वैराग्यसम्पदे ॥ ३ ॥ શબ્દાર્થ –બાહ્યદૃષ્ટિથી જોયેલ ગ્રામ, આરામાદિ મહને માટે છે. તત્વદષ્ટિએ સમાચિત તેજ વસ્તુઓ વૈરાગ્ય પ્રાપ્તિને માટે છે.
વિવેચન-આકારાદિ દર્શનને વિષે પ્રવૃત્ત થયેલી દષ્ટિએ કરીને શુભાશુભ અનુકલ, પ્રતિકૂલ નગર, વાડીઓ, ગજ, અશ્વ, વસ્ત્રાલંકારે એવાં તે અજ્ઞાન રૂપ જડભાવની વૃદ્ધિને માટે છે. જ્ઞાનદષ્ટિએ કરીને તેજ વસ્તુઓ સમાચે તે વૈરાગ્યની સમૃદ્ધિ-પ્રાપ્તિને માટે થાય છે. બાહ્યદષ્ટિ અને તત્વદષ્ટિમાં કેટલું અંતર છે? તેનું દષ્ટાંત.
बाह्यदृष्टेः सुधासारघटिता भाति सुन्दरी ।।
तत्वदृष्टस्तु सा साक्षाद्विण्मूत्रपिठरोदरी ॥४॥ શબ્દાર્થ–બાહ્યદૃષ્ટિએ જોતાં સુંદરી સુધાસારથી બનાવેલી ભાસે છે, પણ તવદૃષ્ટિથી જોતાં સાક્ષાત્ વિષ્ટા અને મૂત્રના ભાજન રૂપ ઉદવાળી ભાસે છે.
વિવેચન-મનહર જેનું રૂપ છે એવી દૃી અથવા માનુષી સ્ત્રી, અમૃતના સત્વથી રચેલ હોય તેમ બાહ્યદૃદિએ ભાસે છે, પરંતુ તત્વષ્ટિએ કરીને જોતાં પ્રત્યક્ષ વિષ્ટારૂપ મળ મૂત્રના સ્થાનરૂપ, જેનુ ઉદર છે, એવી ભાસે છે. તત્વષ્ટિથી જોઈએ ત્યારેજ વસ્તુના સત્ય સ્વરૂપનું ભાન થાય છે.