________________
સુસાધુ (નિઃસ્પૃહતા)—ાધાર,
+
જે નિલે ૫ હાય છે, તે નિઃસ્પૃહ થઈ શકે છે. તેથી હવે નિસ્પૃહતા અધિકાર કહેવામાં આવે છે.
સ્પૃહા અથવા આશા એ ચારિત્ર રૂપી અમૃતમાં વિષ રૂપ છે. મુનિ ધર્મ રૂપ મહાગિરિના શિખર ઉપર ચડેલેા મુનિ સ્પૃહાના યાગ થવાથી અધઃપતનને પામે છે. તેથી મુનિએ પેાતાના ચારિત્ર જીવનની ઊન્નતિ કરવા માટે નિસ્પૃહતા રાખવાની જરૂર છે. જ્યાંસુધી નિઃસ્પૃહતા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી નિલેષ ભાવ કે મનેનિગ્રહ થઈ શકતા નથી, તેથી સુસાધુએ પરસ્પૃહા રૂપી વિષલતાનું છેદ્યન કરવું જોઇએ, એવી નિઃસ્પૃહતાનું માહાત્મ્ય દર્શાવવા માટે આ અધિકારની ઉપયેાગિતા છે. નિઃસ્પૃહ મુનિ આત્મ-ઐશ્વર્ય મેળવી શકે છે.
अनुष्टुपू.
स्वभावाभात् किमपि प्राप्तव्यं नावशिष्यते । इत्यात्मैश्वर्य-संपन्नो निःस्पृहो जायते मुनिः ॥ १ ॥
શબ્દા—સ્વભાવ લાભથી બીજું કાંઇ પ્રાપ્ત કરવાનું રહેતુ નથી માટે નિઃસ્પૃહ મુનિ આત્મ ઐશ્વથી યુકત થાય છે.
વિવેચન—હે પ્રાણી, સ્વભાવલાભ એટલે સમગ્ર સ્વધર્મમય વસ્તુની−નિજ સહુજ સ્વરૂપની-આવરણુતા અભાવથી પ્રાપ્તિ તેના કરતાં બીજું કાંઈ આ જગમાં જીવને પ્રાપ્ત કરવાનું નથી. સર્વે પ્રાપ્તિમાં સ્વભાવપ્રાપ્તિનું પ્રધાનત્વ છે. એ હેતુથી અનાત્મીય ભાવને વિષે નિશશ્ચિત ભાવને પામેલે સાધુ આત્માનું જે સહજ અશ્વય, જ્ઞાનાદિ વિભૂતિ તેણે કરી યુક્ત થાય છે.
૧૨