________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ
દ્વિતીય નદને પરભાવને વિષે અભાવ છે માટે હું બધુ, ચચલના તજીને વાત્માને વિષે સ્થિર થા. અસ્થિરતાથી લેભ અને વિભ રૂપી કુચેક જ્ઞાન રૂપી દૂધને
નાશ કરે છે, તેનું દૃષ્ટાંત પૂર્વક નિરૂપણ. ज्ञानदुग्धं विनश्येत, लोभविक्षोभकूर्चकैः॥
अम्लद्रव्यादिवास्थैयादिति मत्वा स्थिरो भव ॥॥ શબ્દાર્થ –ખાટા પદાર્થથી જેમ દૂધને નાશ થાય છે તેમ અસ્થિરતાથીલોભથી થતા વિક્ષોભ રૂપી કૂર્ચકે (કાદવે) કરીને જ્ઞાનરૂપી દૂધને નાશ થાય છે, એમ સમજીને તું સ્થિર થા.
વિવેચન—ખટાશવાળા કાંજી આદિ પદાર્થોથી જેમ દૂધ બેસ્વાદ થઈ નાશ પામે છે, તેમ અનિશ્ચલ પરિણામથી ભેગ તૃષ્ણાદિથી થતી ચંચલતાથી-શુદ્ધ બાધ રૂપી દૂધને નાશ થાય છે-૨વકાર્ય કરવાને અસમર્થ થઈ જાય છે. લોભ એટલે વને અભિલાષ પરિણામ વિશેષ તેથી તે વિભ એટલે ચિત્તનું વ્યર્થ સંચાલન તે રૂપી કૂર્ચાએ કરીને પૂર્વ પ્રાપ્ત કરેલ આત્મદર્શન પણ ફરીથી પામી શકે નહીં, કારણ કે અભિલાષ રૂપી દેષથી જ્ઞાનને નાશ થાય છે. સમ્યક પ્રકારે આમ જાણીને હે બંધુ, તું સ્થિર સ્વભાવવાળે થા. અસ્થિર ચિત્તે કરેલી મેક્ષ આપનારી ક્રિયા પણ નિષ્ફળ થાય છે. મનની અસ્થિરતાથી મન, વચન અને કાયાની ચેષ્ટાઓ
ગોપવવી તે કયાણકારી નથી. अस्थिरे हृदये चित्रा, वानेत्राकारगोपना ।।
पुंश्चल्या इव कल्याणकारिणी न प्रकीर्तिता ॥ ३ ॥ શબ્દાર્થ –હદય અસ્થિર સતે વિવિધ પ્રકારે વાચા, નેત્ર અને આકારનું ગેપવું તે અસતી સ્ત્રીન, ગેપનની જેમ કલ્યાણુકારી નથી એમ જ્ઞાનીઓએ કહ્યું છે.
વિવેચન–ભે ગ તૃષ્ણાથી જ્યારે ચિત્તની ચંચલતા થયેલી છે ત્યારે વાચા, તે અને આકારે કરીને શરીરનું જે ગોપવું–વિકારોત્પત્તિની રક્ષા કરવાને માટે જે ક્રિયા કરવી તે જ્ઞાનાદિ સંપત્તિની વૃદ્ધિ કરનાર નથી. જેમ અસતી સ્ત્રીનું વિવિધ પ્રકારનું ગેપન સ્વઅભિમત યશ સુખ આપતું નથી, તેમ અસ્થિર ચિત્તે વિવિધ પ્રકારનું જે ગોપન તે આત્મજ્ઞાનની વૃદ્ધિ કરતું નથી. એમ જ્ઞાની પુરૂષનું કહેવું છે. અસ્થિરતા હદયગત શલ્ય તુલ્ય થાય છે તે કહે છે. જાર કર્મ કરનારી સ્ત્રી વાચા, નેત્ર, અને આકારનું ગેપન કરી સતી સ્ત્રીના દેખાવ માત્રમાં જ પ્રવર્તન કરે તે તેને