________________
પરિચ્છેદ
પૂજા-(ભાવપૂજા) અધિકાર
૨૩
- માવપૂન-ધાર.
આ અધિકાર તે યુજા અધિકારને પિટાભાગ છે; એટલે પૂજા બે પ્રકારની છે, તેમાં આગળના અધિકારમાં જે પૂજા જણાવી છે, તે ચન્દન વગેરે દ્રવ્યોથી થઈ શકે છે અને તે પૂજા કરવાનો અધિકાર સર્વશ્રાવક મહાશયને છે પરંતુ આ ભાવ પૂજાને અધિકાર તે અભેદ ઉપાસનાના અધિકારી સાધુ મહાત્માઓને છે તેમજ શ્રાવકને પણ આને અધિકાર ઉપલક્ષણથી છે, તેથી તેવા સાધુ મહાશયને આ બાબત જાણવાની ઘણું જરૂરની છે, તેમ આ બાબત ઉપર ઉત્તમ શ્રાવકે એ પણ ધ્યાન આપવું જરૂરનું છે, અત એવા ઉપયોગી જાણે આ અધિકારને આરંભ કરવામાં આવે છે.
દયારૂપી જળથી સ્નાન કરી સતેષરૂપી શુભ વસ્ત્ર ધારી વિવેકરૂપી ચન્દનનું તિલક કરી ભાવનાથી પવિત્ર અન્ત:કરણવાળે થઈ ભાવ પૂજન કરવું જોઈએ. કહ્યું છે કે
અનુષ્યપૂ. (૧ થી ૮) दयाम्भसा कृतस्नानः, सन्तोषशुभवस्त्रभृत् । विवेकतिलकभ्राजी भावनापावनाशयः ॥१॥ भक्तिश्रद्धानघुसृणोन्मिश्रपाटीरजद्रवैः।।
नवब्रह्माङ्गतो देवं, शुद्धमात्मानमय ॥२॥ શબ્દાર્થ-દયારૂપી જળથી જેણે સ્નાન કર્યું છે, સતેષ રૂપી શુભ વસ્ત્ર જેણે ધારણ કર્યા છે, વિવેક રૂપી તિલકથી જે શેભે છે, ભાવનાએ કરીને જેને આ શય પવિત્ર છે, એવા તમે ભક્તિ અને શ્રદ્ધારૂપી કેશરથી મિશ્રત ચંદને કરીને નવા બ્રહ્માંગે શુદ્ધાત્મારૂપ દેવની પૂજા કરે,
વિવેચન-દયા એટલે સર્વ પ્રાણીઓને વિષે દ્રવ્ય અને ભાવકરૂણ તે રૂપી જળથી જેણે સ્નાન કર્યું છે પાપ મેલના ત્યાગરૂપ આભાંગનું પ્રક્ષાલન જેણે કર્યું છે, સ્વભાવને વિષે નિશ્ચલપણું એટલે કે સંતેષ રૂપી સકલ સુખના હેતુભૂત ઉજવળ વસ્ત્ર જેણે ધારણ કર્યો છે–મનરૂપી અંગ ઉપર ધર્યા છે -વિવેક એટલે સ્વપર સ્વરૂપની ભિન્નતાને નિર્ધાર કરનાર જ્ઞાન. તે રૂપી તિલકથી જે શોભે છે; ભાવના એટલે દેહાદિ
* “સિદ્ધતિ” અધિકારમાં ભાવપૂજન જણાવવામાં આવ્યું છે તે કેવલ સિદ્ધ પરમાત્મા પર છે અને આ ભાવ પૂજન સમુચ્ચય જિનેશ્વર ભગવન્ત પરત્વે છે માટે પુનરુક્તિ દોષની શંકા ન કરવી.