________________
પરિર.
સુદેવ-અધિકાર.
૪૧
જિનબિંબ સમાન આકારવાળા અન્ય પદાર્થની નમસ્કૃતિનું ફળ,
श्रूयते चरमाम्भोधौ, जिनबिम्बाकृतेस्तिमः ।
नमस्कृतिपरो मीनो, जातस्मृतिर्दिवं ययौ ॥ १३ ॥ ચરમ (વયંભૂરમણ) સમુદ્રને વિષે તિમિ જાતને એક મત્સ્ય જિનબિં. બના જેવી આકૃતિવાળે થયું હતું, તેને જોઈ કઈ ભવી મસ્થને જાતિ મરણ જ્ઞાન થવાથી અંતે નમસ્કારમાં તત્પર એવે તે મત્સ્ય સ્વર્ગે ગયે, એમ સાંભળવામાં આવે છે. ૧૩
જિન ભગવાન સર્વોત્તમ દેવ છે. वह्निज्वाला इव जले, विषोर्मय इवामृते । ..
जिनसाम्ये विलीयन्ते, हरादीनां कथाप्रथाः ॥ १४ ॥ અગ્નિની જ્વાળાઓ જેમ જળમાં નાશ પામે છે અને વિશ્વના તરગે જેમ અમૃતથી નાશ પામે છે તેમ મહાદેવ વગેરે બીજા દેવેની કથાએ તે શ્રી જિન ભગવાનની તુલનામાં નાશ પામે છે, અર્થાત્ તેની બરાબરી કરી શકતી નથી. ૧૪ જિનેશ્વર ભગવાનના ચરણ કમળની રજ પણ અતિ દુર્લભ છે.
सुलभात्रिजगलक्ष्म्यः, सुलभाः सिद्धयोऽष्ट ताः । जिनाङिनीरजरजःकणिकास्त्वतिदुर्लभाः ॥ १५ ॥ ત્રણ જગતની લમીઓ સુલભ છે અને આઠ સિદ્ધિઓ સુલભ છે, પરંતુ શ્રી જિનેશ્વના ચરણ કમળની રજની કણિઓ અતિ દુર્લભ છે. ૧૫
સર્વ મતેનું ઉત્પતિસ્થાન શ્રી જિનેંદ્ર ભગવાન છે. रोहणादेरिवादाय, जिनेन्द्रात्परमात्मनः। नाना विधानि रत्नानि, विदग्धैर्व्यवहारिभिः ॥१६॥ सुवर्णभूषणान्याशु, कृत्वा स्वस्वमतेष्वथ । ।
तत्तद्देवेष्वाहितानि, कालात्तन्नामतामगुः ॥१७॥ ચતુર એવા વ્યાપારીઓએ રેહણાચળ પર્વત જેવા શ્રી જિનેન્દ્ર પરમાત્મામાંથી વિવિધ રને લઈને સુવર્ણના આભૂષણુ રૂપ એવા પિતપતાના મતદર્શને તે તે દર્શનેના દેવતાઓમાં જડ્યા, તે કાળે કરીને તે તે દેવના નામે ઓળખાયા. ૧૬-૧૭ ( ૧ અહીં વ્યાપારી એટલે તે તે દર્શનને ચલાવનારા આચાર્યો સમજવા.