________________
શારદા સરિતા
ભગવંત કહે છે કે જીવ! તે ભવવનમાં ભટકીને શું નથી કર્યું? શું નથી. મેળવ્યું કે હું નથી અનુભવ્યું? બધું મેળવ્યું છે. સૂત્રમાં પ્રભુ શું કહે છે.
लभंति विमला भोए, लभन्ति सुरसंपया लभंति पुत्तमित्तंच एगो धम्मो न लब्भइ ।
પરચુરણ ગાથા અનંતકાળથી જે ચીજ નથી મેળવી તે મેળવવા માટે આ મનુષ્યજન્મ પ્રાપ્ત થયો છે. આ ગાથામાં ભગવંત એ બતાવે છે કે સંસારમાં સુલભ શું છે ને દુલર્ભ શું છે? સંપતિ મળવી દુલર્ભ છે દેવલોકના સુખ મેળવવા દુલર્ભ છે, લાડ-વાડી ને ગાડી મળવી દુર્લભ છે, પુત્ર-પત્ની-મિત્ર-માન પ્રતિષ્ઠા આ બધું મળવું દુર્લભ છે, એમ ન કહ્યું કારણ કે પુણ્યના ઉદયથી ભૌતિક સંપત્તિ અનેકવાર મેળવી, ચક્રવર્તી ને સમ્રાટની સાહ્યબી પણ મેળવી. શેઠ સેનાપતિ બન્ય, ઈન્દ્રનું પદ મેળવ્યું. આવું અનંતીવાર મેળવ્યું. એક મેળવવાનું નથી મેળવ્યું, પણ સંસાર ઘટે તેવી કાર્યવાહી કરી નથી. ભગવાનના વચન ઉપરે શ્રદ્ધા કરી નહિ, એને ધર્મ પાળ્યો નહિ. સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ ચારિત્ર્યની આરાધના કરી નહિ એટલે અનંતકાળથી રખડે છે. એક મેળવવા જેવી ચીજ નથી મેળવી તે કઈ છે? જો ધમ્મો ન એક વીતરાગ પ્રણીત ધર્મ નથી મળે. તમને ગમે છે જુએ છે ને મળ્યું છે અને તેમાં આનંદ માનો છે અત્યાર સુધી કંઇ ન કર્યું પણ હવે સમજ્યા ત્યારથી સવાર સમજી ચોરાશી લક્ષ જીવાનીમાં ઉંચામાં ઉંચે, માનવદેહ મળે. આવું ઉત્તમ સ્થાન મળ્યા પછી અજ્ઞાન દૂર થવું જોઈએ. સમજણના ઘરમાં આવ્યા પછી ગુણ પ્રગટે છે. કષાયે મંદ કરે છે, પાત્રતા મેળવે છે ત્યારે પુણ્ય વધે છે. એના વ્યવહારજીવનની શુદ્ધિ થઈ જાય છે ત્યારે માનવ માનવતાથી મઘમઘતું જીવન જીવે છે. અન્યાય – અનીતિ ને અધર્મ તેને ગમતા નથી. દુઃખીનું દુઃખ જોઈ એનું હૃદય દ્રવી જાય છે. મનમાં એક ઝંખના જાગે છે કે હે નાથ! સાચા માર્ગની પીછાણ વિના ઘણું ભમે.
અનંતકાળથી આથડ, વિના ભાનભગવાન
સેવ્યા નહિ ગુરુ સંતને, મૂકયું નહિ અભિમાન મને આ માર્ગની પિછાણ કરાવનાર મારા સદ્દગુરુ છે. એમને જેટલો ઉપકાર માનું તેટલે ઓછો છે. અમૃત પીવાનું મૂકી ઝેર પીવા દે. કેહીનુર છેડીને કંકર વિણવા દે, પણ હવે મને ભાન થયું છે કે સાચું શું ને ખોટું શું? સાચાની પિછાણું થયા પછી હું કેણ ગ્રહણ કરે? જેમ પિલા ગરીબને પારસની પિછાણ કરાવનાર સજજન મળી ગયે તે એના દુઃખ ટળી ગયા. તેમ દેવાનું પ્રિય! તમને પારસમણી સમાન ઉત્તમ ધર્મની પિછાણ કરાવનાર તમારા સદ્દગુરુઓ છે. અનાદિકાળથી મિથ્યા