________________
ગાથા - ૯૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર પ્રવચનો
૩૯
પ્રવચન: ૩૦-૫-૭૯.
‘પ્રવચનસાર ’ ૯૩ ગાથા. (આપણે આવ્યું છે ત્યાં સુધી (શ્રોતાઃ ) કપડાનો દાખલો. ત્યાં સુધી આવ્યું. ( ગુરુદેવ ) પૂરો થઈ ગયો...? ક્યાં સુધી આવ્યું છે...? “ આયતસામાન્યસમુદાય- જેનું નામ 6 દ્રવ્ય ’ છે તે -ગુણોથી રચાતો થકો ગુણોથી જુદો અપ્રાસ હોવાથી ગુણાત્મક જ છે.” શું કહ્યું... ? કે પટમાં વિસ્તારસામાન્યસમુદાય અને દોડતા (આયતસામાન્યસમુદાય ) વડે રચિત છે (રચાય છે) એ ગુણોથી અપૃથક હોવાથી ગુણાત્મક છે. એ રીતે ( સમસ્ત ) પદાર્થ પદાર્થોમાં અવસ્થાયી વિસ્તારસામાન્યસમુદાય ( એટલે ) ગુણો. અને દોડતો સમૂહ પર્યાય (આયતસામાન્યસમુદાય ) જેનું નામ ‘દ્રવ્ય ’ છે. (દ્રવ્ય) ગુણોથી રચાતો થકો ગુણોથી જુદો અપ્રાસ હોવાથી ગુણાત્મક જ છે. દ્રવ્ય છે તે ગુણોથી પૃથક્ નથી, અપૃથક્ છે. દ્રવ્યથી ગુણ જુદા પ્રાપ્ત નથી થતા. તે કારણથી (દ્રવ્ય) ગુણાત્મક છે. એ ગુણસ્વરૂપી જ દ્રવ્ય છે એમ કહેવામાં આવે છે. ઝીણી વાત બહુ...! આત્મામાં ગુણો જે છે તેને ગુણાત્મક કહેવામાં આવે છે, પણ તે ગુણો દ્રવ્ય જ છે. દ્રવ્યથી કોઈ ગુણ પૃથક્ નથી. તો દ્રવ્યને ગુણાત્મક પણ કહેવામાં આવે છે. ઝીણી વાત બહુ...! “વળી જેમ અનેકપટાત્મક (-એકથી વધારે વસ્ત્રોના બનેલા ) ‘ દ્વિપટિક, ત્રિપટિક એવા સમાનજાતીય દ્રવ્યપર્યાય છે, તેમ અનેક - પુદ્ગલાત્મક દ્વિ - અણુક, ત્રિ-અણુક એવા અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે.” એ દ્રવ્યપર્યાય છે. બે પરમાણુ, ત્રણ પરમાણુ, ચાર પરમાણુ આદિ (અનંત પરમાણુ) એને એક સાથે ગણીને દ્રવ્યપર્યાય ( કહેવાય ) છે. એને સમાનજાતીય (દ્રવ્યપર્યાય ) કહીને...! “ અને જેમ અનેક રેશમી અને સુતરાઉ પટોના બનેલા દ્વિપટિક, ત્રિપટિક એવા અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે.” – એક રેશમી કપડું છે અને એક સુતર (સુતરાઉ) છે. ભિન્ન-ભિન્ન જાત છે. તો તે રેશમી અને સુતરાઉ પટોના બનેલા દ્વિપટિક, ત્રિપટિક એવા અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે. રેશમી અને સુતરાઉ (એ બે તાકા સાંધીને બનાવેલું વસ્ત્ર ) તે અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે. “તેમ અનેક જીવપુદ્ગલાત્મક દેવ, મનુષ્ય એવા અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે.” આહા...હા...! જુઓ...! એ પ્રમાણે અનેક જીવપુદ્દગલાત્મક ( એટલે ) શરી૨ અને જીવનું અહીંયાં (ભિન્ન ) પણું બતાવવું છે. (બન્ને) અસમાનજાતીય (છે) તે બતાવવું છે. આત્મા અને આત્મા એ સમાનજાતીય (છે) એ અહીંયાં બતાવવું નથી. પુદ્દગલ પુદ્દગલ (એકઠા ) એકસાથે રહે તે સમાનજાતીય છે, તે (અહીંયાં ) બતાવવું નથી. (પણ ) આત્મા અને પુદ્દગલ (બન્ને ) એક સાથે રહે છે તે અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે તે અહીંયા બતાવવું છે..! કેમ કે અસમાનજાતીય દ્રવ્યપર્યાયમાં (એકપણાની) જેની દૃષ્ટિ છે તે મૂઢ છે. પોતાનો દ્રવ્યસ્વભાવ એનાથી ( પુદ્દગલથી શરીરથી ) ભિન્ન છે એવી તેને દષ્ટિ (અભિપ્રાય ) નથી. અસમાનજાતિય (એટલે ) જીવ અને પુદગલઆ શરીર એક સાથે દેખાય છે, તે અસમાનજાતીય (દ્રવ્યપર્યાય ) છે. અનાદિથી (અજ્ઞાનીની ) દૃષ્ટિ અસમાનજાતીય ઉપ૨ છે. તે (મિથ્યા ) દૃષ્ટિના કારણે, પોતાનો ત્રિકાળી સ્વભાવ જે છે તે ભૂલી ગયો છે તેથી તેને અસમાનજાતીય (દ્રવ્ય પર્યાય) માં એકત્વબુદ્ધિ છે, એ બધી અવિદ્યા – મિથ્યાત્વનું મૂળ છે. (એ ) દ્રવ્યપર્યાય (ની વાત થઈ ). “ વળી જેમ ક્યારેક પટમાં પોતાના સ્થૂલ અગુરુલઘુગુણ
k
૧. દ્વિપટિક= બે તાકા સાંધીને બનાવેલું વસ્ત્ર. (બન્ને તાકા એક જ જાતના હોય તો સમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવાય અને જો બે તાકા ભિન્ન જાતિના (જેમ-કે એક રેશમી અને બીજો સુતરાઉ) હોય તો અસમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવાય.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com